ઘૂળેટીના રંગોથી વાળ અને સ્કિનને બચાવવી છે, તો રંગોથી રમતા પહેલા કરીલો આટલું કામ
- રંગોથી થતી એલર્જીથી બચાવશએ આ ટિપ્સ
- રંગોથી ઘૂળેટી રમતા પહેલા કરીલો આ કામ
હવે હોળીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળી રમતા લોકોમાં ઉત્સાહ અનેરો જોવા મળે છે. મોટા ભાગના લોકો રંગોથી હોળી રમવાનું પસંદ કરે છે જો કે હોળીના રંગો સ્કિનને તો ખરાબ કરે જ છે સાથે સાથે તમારા વાળને પણ નુકશાન પહોંચાડે છે આવી સ્થિતિમાં જો તમે પણ રંગોથી રમવાનું પસંદ કરો છો તો તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ જેના કારણે તમે રંગોની અલર્જી અને નુકશાનથી ચોક્કસ પણે બચી શકો.
સ્કિનને રંગોથી બચાવા કરો આટલું
જ્યારે પણ તમે રંગોથી ઘૂળેટી રમવા જાઓ છો તે પહેલા તમારા હાથ પગ અને ચહેરાની સ્કિન પર બોડિ લોશન લગાવી લો. જેથી કરી રંગથી રમ્યા બાદ તમારી સ્કિન રંગોને તરત જ છોડી દેશે.
હોળી રમવા પહેલા તમે સ્કિન પર ઓીલ જેમ કે બદામનું તેલ અથવા ઓલિવ્સ તેલ વડે મસાજ કરી લો ત્યાર બાદ ફેશ વોશ ન કરો તેલ વાળઆ ફેસથી જ હોળી રમો આમ કરવાથી જ્યારે ફેશવોશથી તમે ફેશ ઘોશો ત્યારે રંગો તરત નીકળી જશે.
આ સાથે જ તમે પીલમાસ્કનો યુઝ કરી શકો છો હોળી રમતા પહબેલા માસ્કથી ફએશ કવર કરીલો ત્યાર બને તમે ગમે તેટલા પાક્કા રંગોથી રમશો તો પણ તમારી સ્કિન પર રંગો ટકશે નહી પાણીથી ખાલી ફેશવોશ કરશો ત્યાજ તમારા રંગો નીકળી જશે,આ માટે ઓરેન્જ પીલ માસ્ક જે માર્કેટમાં મળે તેનો અથવા કોઈ પણ ફ્લેવરના માસ્કનો ઉપયોગ કરી શકો છો.
વાળને રંગોથી બચાવા કરો આટલું
હોળીના આગલે દિવસે તમે તમારા વાળ પર હેર માસ્કનો ઉપયોગ કરીલો , તો તે તમારા વાળના રંગને અસર કરશે નહીં. તેનાથી તમારા વાળ અંદરથી મજબૂત રહેશે અને રંગોથી વાળને રક્ષણ મળશે.