જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસી શ્રીમજીવીઓને લઈને કોઈ એડવાઈઝરી જાહેર નહીં કરાઈ હોવાનો IGનો દાવો
દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં 24 કલાક દરમિયાન પ્રવાસી મજૂરો ઉપર હુમલાની ત્રીજી ઘટના બની છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બિહારના બે શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બિન-સ્થાનિક મજૂરોને નજીકના સુરક્ષા શિબિરોમાં રાખવાની વાત આમે આવી હતી. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર કાશ્મીરના આઈજી વિજય કુમારે એડવાઈઝરીની વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં બે શ્રમજીવીઓની ગોળીઓથી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવા બનાવોને પગલે કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. તેમજ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. બીજી તરફ આ ઘઠનાને પગલે સુરક્ષા જવાનોએ હુમલાખોરોને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. શનિવારે આતંકવાદીઓએ શ્રીનગર અને પુલવામામાં બે એલગ-અલગ બનાવમાં બિહાર અને ઉત્તરપ્રદેશમાં બે વ્યક્તિઓની હત્યા કરી હતી. રવિવારે શાંજે લારન ગાજીપોરા વનપોહ વિસ્તારમાં ત્રણેક આતંકવાદીઓ એક મકાનમાં ઘુસી ગયા હતા. તેમજ રૂમમાં બેઠેલા શ્રમજીવીઓ ઉપર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ બનાવને પગલે ચુસાચીસ થતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલાની આ ઘટનામાં બે શ્રમજીવીઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. મૃતકમાં રાજા ઋષિ દેવ અને જોગીન્દ્ર ઋષિદેવ તરીકે થઈ છે. સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝઢપી લેવા માટે કવાયત શરૂ કરી હતી.