પશ્ચિમ એશિયામાં તણાવની અસર: શેરબજારમાં 702 પોઈન્ટનો કડાકો
મુંબઈ, 14 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના તણાવ અને હોર્મુઝમાં નાકાબંધીની જાહેરાતની અસર રૂપે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર 700 પોઇન્ટ ગગડીને રેડ ઝોનમાં બંધ થયા હતા.
બીએસઈ સેન્સેક્સ 702 પોઇન્ટના ઘટાડા સાથે 76 હજાર 847 અને એનએસઇ 207 પોઇન્ટ ગગડીને 23 હજાર 842ની સપાટીએ બંધ થયો છે.બજારમાં સેકટોરિયલના આધારે જોઈએ તો પાવર, ડિફેન્સ, ટેલિકોમ સિવાય, અન્ય તમામ ક્ષેત્રોમાં FMCG,ઓટો, IT,ઉર્જા, તેલ અને ગેસના શેરમાં 1%નો ઘટાડો થયો હતો. તો ભારતીય રૂપિયો પણ ડોલર સામે 65 પૈસા નરમ પડીને 93. 38 પર ડોલરે બંધ રહ્યો હતો. અને સોના ચાંદી બજારની ચમક ફીકી પડી હતી. સોનુ 1000 રૂપિયા ઘટીને 1 લાખ 51 હજારના ભાવે તેમજ ચાંદીના ભાવ 4 હજારથી વઘુના ઘટાડા સાથે 2 લાખ 38 હજાર થયા છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને બેરલ દીઠ 102 ડૉલરને પાર થઈ ગયા છે. જે ગત અઠવાડિયે સીઝફાયરની જાહેરાતને પગલે ઘટી ગયા હતા.


