ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?
ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)-2026 પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ઓનલાઈન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવશે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજકેટ-2026 પરીક્ષાનું ઓનલાઈન આવેદન બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા www.gujcet.gseb.org પરથી તારીખ 16-12-2025થી 30-12-2025 દરમિયાન ઓનલાઈન ભરી શકાશે.
ગુજકેટ પરીક્ષા ફી રૂ. 350 SBIePay System મારફત ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંન્કિંગ) દ્વારા અથવા SBIePay ના SBI Branch Payment વિકલ્પ દ્વારા દેશની કોઈપણ એસબીઆઈ શાખામાં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે.


