
આસામના CMનો મહત્વનો નિર્ણય -રાજ્યના મદ્રેસામાં બહારથી આવતા ઈમામ કે મૌલાનાઓ એ સરકારી પોર્ટલ પર કરાવી પડશે નોંધણી
- આસામ સરકારનો નવો નિયમ
- રાજ્યમાં હારથી આવતા ઈમામ લોકોએ કરાવી પડશે નોંધણી
ગુહાવટીઃ- દેશભરમાં અનેક રીતે આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવાના પ્રયત્નો થઈ હ્યા છે ત્યારે ઘર્મનગુરુની આડમાં આ રીતેના કૃત્ય ન થાય તેને લઈને આસામ સરકાર સતર્ક બની છે, પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાબતને લઈને આસામના મુખ્યમંત્રીહિમંતા બિસ્વા સરમાની એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે.
સીએમએ જારી કરેલ નિર્ણય પ્રમાણે હવે જો કોઈ પણ મસ્જિદ કે મદ્રેસામાં બહારના રાજ્યમાંથી કોઈ ઈમામ, મોલવી કે મુફ્તી રાજ્યમાં આવે છે તો તેમણે આવ્યા પહેલા સરકારી વેબપોર્ટલ પર તેમના નામની અને સંપૂર્ણ વિગતની ફરજિયાત નોંધણી કરાવી પડશે, ત્યાર બાદ જ તેઓ રાજ્યમાં કામઅર્થે આવી શકે છે.
જો કે આ નિયમ બહારથી આવનારા ઈમામ માટે જ છે જે લોકો આસામના જ રહેવાસી તેમને આ કાયદો લાગુ પડતો નથી “આસામના રહેવાસીએ તેની વિગતો દાખલ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ રાજ્ય બહારથી આવતા લોકોએ પોર્ટલમાં તેમની વિગતો દાખલ કરવી પડશે.
સીએમનો આ નિર્ણય ત્યારે આવ્યો છે કે જ્યારે આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા બે મૌલવીઓની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.જેને લઈને હવે આ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે “મસ્જિદમાં ઇમામ તરીકે કામ કરતા પકડાયેલા લોકોમાંથી એક ગેંગસ્ટર હતો. તેણે ઘણા ગામોમાં જેહાદી નેટવર્કનો વિસ્તાર કર્યો હતો. છ બાંગ્લાદેશી નાગરિકો જેહાદી નેટવર્કમાં સામેલ હતા.” જેઓ આસામ આવ્યા હતા.6 બાંગ્લાદેશી નાગરિકોમાંથી એકની આસામ પોલીસે ધરપકડ કરી છે.જ્યારે પાંચ હજુ પણ ફરાર છે.
જાણો શું છે નિયમ અને કોના પર લાગુ થશે
સીએમના જણઆવ્યા પ્રમાણે હવે રાજ્યભરમાં કેટલીક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી છે. જો કોઈ ઈમામ ગામમાં આવે તો તેને વેરિફિકેશન માટે સ્થાનિક પોલીસને જાણ કરવી પડશે. પોલીસ દ્વારા વેરિફિકેશન કર્યા બાદ લોકો તેને ઈમામ બનાવી શકે છે. આસામનો મુસ્લિમ સમાજ અમને તેનું સમર્થન આપી રહ્યો છે. મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિયમ આસામના રહેવાસીઓ પર લાગુ થશે નહીં.