
શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં CM યોગી અને અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીની મહત્વની ભૂમિકા
લખનૌઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને નક્કર સ્વરૂપ આપવા માટે યોગી સરકારે અલગ-અલગ સમયે 9 કેબિનેટ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે કોઈ કસર છોડી નથી.
ધર્માર્થ કાર્ય વિભાગ અને માધ્યમથી આ યોજનાને સાકાર કરવા માટે શરૂઆત તા. 19મી જુન 2018 મળેલી કેબિનેટમાં થઈ હતી. આ બેઠકમાં શ્રી કાશી વિશિષ્ઠ ક્ષેત્ર વિકાસ સત્તામંડળ વારાણસી વટહુકમ 2018ને મંજૂરી આપવામાં આવી હતી. તેનું નામ શ્રી કાશી વિશ્વનાથ ક્ષેત્ર વિકાસ પરિષદ રાખવામાં આવ્યું હતું. આ પછી, 4 સપ્ટેમ્બર, 2018 ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મંદિર વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના હેઠળ ખરીદવામાં આવનારી જમીન અને ઇમારતોમાં સર્વિસ પ્રોપર્ટીના વિનિમય માટે એક નીતિ નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં ધર્માર્થ કાર્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
યોગી સરકારની 13 નવેમ્બર, 2018ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંદિર વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના હેઠળ કુલ જમીન અને મકાન ખરીદી સંબંધિત 296 દરખાસ્તોને મંજૂરી આપી હતી. વિસ્તરણ માટે આ દરખાસ્તો ખૂબ જ જરૂરી હતી. 1લી ઓક્ટોબર 2019ના રોજ મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં યોજનાના કામો સંબંધિત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જે લગભગ રૂ. 318.67 કરોડની હતી. રાજ્ય સરકારે 22 ઓક્ટોબર 2019ના રોજ કેબિનેટની બેઠકમાં વારાણસીના લાહોરી ટોલામાં સ્થિત નિર્મલ મઠના સંપાદન અને 19 નવેમ્બર 2019ના રોજ કેબિનેટની બેઠકમાં 296 ઈમારતોની ખરીદી અને તોડી પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
કેબિનેટે મંદિરના વિસ્તરણ અને બ્યુટિફિકેશન યોજનાના બીજા તબક્કા માટે ડ્રોઇંગ અને ડિઝાઇનમાં ઇચ્છિત ફેરફારો માટે ડિવિઝનલ કમિશનર વારાણસીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો. આ મીટિંગ 29 જૂન 2020 ના રોજ થઈ હતી. તેવી જ રીતે 25 જૂન 2021 ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં, મકાન નંબર CK-38/12, 13 અને 14 ખરીદવા અને યોજના હેઠળ મિલકત વકફી પ્લોટની આપલે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.