1. Home
  2. ગુજરાતી
  3. લવ જિહાદ: સાંપ્રત સમયનો સૌથી ચર્ચિત મુદ્દો
લવ જિહાદ: સાંપ્રત સમયનો સૌથી ચર્ચિત મુદ્દો

લવ જિહાદ: સાંપ્રત સમયનો સૌથી ચર્ચિત મુદ્દો

0
Social Share
  • છેલ્લા કેટલાક સમયથી લવ જિહાદનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર રહ્યો
  • લવ જિહાદની આડમાં દેશમાં સતત વધતા ધર્માંતરણના કિસ્સા
  • આજે કેટલાક એવા કિસ્સાઓ વિશે વાંચીએ જે લવ જિહાદ કે તે મુદ્દા સામે પ્રશ્નાર્થ સર્જે છે
સંકેત.મહેતા

થોડાક સમય પહેલા દેશની અલ્હાબાદ હાઇકોર્ટે લવ જિહાદ મામલે મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે કાયદો કોઇ ધર્મ નથી જોતું. તે દરેક પુખ્ત વ્યક્તિને તેની મરજી મુજબ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. ભલે પછી વ્યક્તિઓની સમાન જાતિ કે અલગ જાતિના કેમ ના હોય.

અલ્હાબાદ હાઇકોર્ટના આ ચુકાદા બાદ સમગ્ર દેશમાં લવ જિહાદનો વિષય ફરીથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લગ્નના નામે ધર્માંતરણનો વિષય પણ તેની સાથોસાથ વધુ ચગ્યો છે. લવ જિહાદની અનેક જગ્યાએ ચાલતી ચર્ચાઓ વચ્ચે મીડિયા રિપોર્ટ્સમાં કેટલાક એવા કિસ્સા પ્રકાશિત થયા છે જ્યાં કોઇ પણ ધર્મનો યુવક પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવા માટે બળજબરી કરે છે અને બાદમાં તેને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે અને કેટલાક કિસ્સાઓમાં યુવતીની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવે છે.

ચાલો આજે લવ જિહાદની ચર્ચા વચ્ચે આવા જ કેટલાક લવ જિહાદના કિસ્સાઓ પર ચર્ચા કરીએ.

ઘટના – 1

હજારીબાગના ચૌપારણમાં એક મુસ્લિમ યુવકે અર્જુન નામની ખોટી ઓળખ ઉભી કરીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે કહ્યું.

ઘટના  – 2

હરિયાણાના પલવલમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં ત્રણ સંતાનોના મુસ્લિમ પિતાએ હિંદુ બનીને યુવતી સાથે લગ્ન કર્યા અને બાદમાં પોતે મુસ્લિમ હોવાનું કહ્યું અને બાદમાં યુવતીનું અપહરણ કરીને તેના સાતે સામૂહિક દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 3

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક મુસ્લિમ યુવકે જોહન સલુજાના નામે ઓળખ છુપાવી અને યુવતી સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ યુવકે યુવતીને માર મારીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરી.

ઘટના  – 4

પંજાબના લુધિયાણામાં શાકિબ નામના યુવકે અમનનું નામ રાખીને એક યુવતીને પોતાનો શિકાર બનાવી અને બાદમાં યુવતીના પૈસા અને ઝવેરાત લૂંટીને તેની હત્યા કરી નાખી.

ઘટના  – 5

શમશાદે એક યુવતી જે એક સંતાનની માતા હતી તેને ફસાવવા માટે અમિત ગુર્જર નામ રાખ્યું હતું. તેને યુવતીને ફસાવીને તેને અને તેની પુત્રીને ઘરે લાવી અને સાથે રહેતા હતા. જો કે બાદમાં પ્રિયાને શમસાદની વાસ્તવિક ઓળખ ખબર પડી જતા શમશાદે પ્રિયા અને તેમની પુત્રીની હત્યા કરી નાખી.

ઘટના  – 6

કોન્નાગરના કાનાતિપરમાં પણ આવો જ એક ઘટના  સામે આવી હતી. જ્યાં એક યુવકે પોતાની ઓળખ છુપાવીને અન્ય ધર્મની યુવતિને ફસાવી હતી.

ઘટના  – 7

આવા જ એક ધર્મના યુવકે અન્ય ધર્મની યુવતીને નામ બદલાવીને પ્રેમજાળમાં ફસાવી. તેને લગ્નનો વાયદો આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 8

ઉત્તરપ્રદેશમાં એક ધર્મના યુવકે અમન ચૌધરી નામે ખોટી ઓળખ ઉભી કરીને એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, બાદમાં તેનું અપહરણ કર્યું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 9

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં એક યુવતીએ તેના પરિવારની મરજી વિરુદ્વ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કર્યા. બાદમાં આ યુવકે બળજબરીપૂર્વક યુવતીને ધર્માતરણ કરવા કહ્યું પણ જ્યારે યુવતીએ ના પાડી ત્યારે યુવતીની હત્યાને અંજામ આપ્યો.

ઘટના  – 10

ઓડિશામાં એક યુવકે ખોટી ફેસબૂક પ્રોફાઇલ બનાવીને એક યુવતીને ફસાવી ત્યારબાદ એ યુવતીને લગ્ન કરવા કહ્યું અને લગ્ન ના કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી અને લગ્ન કરવા માટે બુરખો પહેરવા કહ્યું ત્યારે યુવતીને યુવકની અસલી ઓળખ ખબર પડી.

ઘટના  – 11

રાજકોટમાં પણ એક એવો ઘટના  બન્યો હતો. જ્યા સમીર નામના યુવકે પોતાની અસલી ઓળખ છુપાવીને એક અન્ય ધર્મની યુવતીને ફસાવી. યુવતીને હેરાન કરવાનું ચાલુ કર્યું અને અંતે યુવતીએ ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો.

ઘટના  – 12

ઉત્તરપ્રદેશના બાઘપતમાં પણ લવ જિહાદનો ઘટના  બન્યો હતો જ્યાં એક ડૉક્ટરે પોતાની ઓળખ છુપાવીને એક નર્સને ફસાવી હતી અને તેની સાથે લગ્ન કરવા ધર્માંતરણ કરવા બળજબરી કરી.

ઘટના  – 13

અન્ય એક કિસ્સામાં એક ધર્મની યુવતી અન્ય ધર્મના યુવકના પ્રેમમાં પડી અને બાદમાં તેને તે યુવકના ખોટા નામ અને ધર્મ વિશે ખબર પડી. જો કે તેમ છત્તાં યુવતીએ યુવક સાથે લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કર્યું.

ઘટના  – 14

અન્ય એક કિસ્સામાં રિઝવાન નામના યુવકે ગુડ્ડુ પટેલ નામ રાખીને પોતાની ઓળખ છુપાવી અને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો. જો કે યુવકની અસલી ઓળખ બાદમાં છતી થઇ ગઇ હતી.

ઘટના  – 15

અન્ય એક ધર્મના યુવકે ફેસબૂક પર ફેક પ્રોફાઇલ બનાવીને એક અન્ય ધર્મની યુવતીને ફસાવી અને વર્ષો સુધી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 16

એક ધર્મની યુવતી અન્ય ધર્મના યુવકને એક સલૂનમાં મળી અને ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો. અન્ય ધર્મના યુવકે અન્ય ધર્મની યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા અને બાદમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 17

એક કિસ્સામાં એક ધર્મના યુવકે અન્ય ધર્મની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં તેની સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેના પરિવારને યુવતીને ધર્મ પરિવર્તન કરવા જબરદસ્તી કરી અને યુવતી સાથે યુવકના ભાઇએ દુષ્કર્મ આચર્યું.

ઘટના  – 18

એક યુવકે પોતાના ધર્મની ઓળખ છુપાવીને અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કર્યા અને બાદમાં જ્યારે યુવતીને ખબર પડી ત્યારે યુવતી સાથે નિકાહ કર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, 18 વર્ષથી વધુની કોઇપણ યુવતીને તેની પસંદના કોઇપણ ધર્મના યુવક સાથે લગ્ન કરવાનો અધિકાર છે તો પછી આ લવ જિહાદ શું છે. માત્ર અફવા? આ પ્રકારના અન્ય અનેક કિસ્સાઓ દેશમાં રોજબરોજ બનતા હશે જ્યાં લવ જિહાદ બાદ ધર્માતંરણ કરવામાં આવતું હોય છે ત્યારે અનેક રાજ્યોની સરકાર લવ જિહાદ વિરુદ્વ પગલાં લઇ શકે છે જે ચોક્કસપણે સમયની માંગ છે.

કોઈની સાથે અન્યાય  ન થાય તે માટે સરકાર તો તમામ પગલા લઈ રહી છે પરંતુ આપણી પણ ફરજમાં આવે છે કે કોઈ પણ  વ્યક્તિ સાથે આગળ વધો તો પહેલા તેના વિશે પુર્ણ જાણકારી હોવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code