1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં જુનિયર કલાર્કની રવિવારે 53 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર બન્યુ સજ્જ
બનાસકાંઠામાં જુનિયર કલાર્કની રવિવારે  53 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર બન્યુ સજ્જ

બનાસકાંઠામાં જુનિયર કલાર્કની રવિવારે 53 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, તંત્ર બન્યુ સજ્જ

0
Social Share

પાલનપુરઃ રાજ્ય સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 9મીને રવિવારે જપનુયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો હોવાથી સુચારૂ વ્યવસ્થા માટે તંત્ર મહિનાથી કામે લાગ્યું છે. અગાઉ આ પરીક્ષા પેપેર ફુટી જવાને કારણે મુલત્વી રાખવાની ફરજ પડી હતી. અને તત્કાલિન સમયે સરકાર પર માછલાં ધોવાયા હતા.ત્યારબાદ આ પરીક્ષાની જવાબદારી સનિષ્ઠ અને કાર્યદક્ષ ગણાતા આઈપીએસ હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વાત કરીને વ્યવસ્થા ગોઠવી દીધી છે. જેમાં બનાસકાંઠામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં 53000 જેટલાં ઉમેદવારો આપશે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલએ જણાવ્યું હતું કે,  જિલ્લામાં કુલ 176 કેન્દ્રો ખાતે 1766 રૂમમાં 52,964 ઉમેદવારો પંચાયત સેવા વર્ગ –3 જુનીયર કલાર્ક ની પરીક્ષા આપશે. જિલ્લાના 4 ઝોનમાં પાલનપુર -1 ઝોન ના 51 કેન્દ્રો , પાલનપુર -૨ ઝોન ના ૫૨ કેન્દ્રો , ડીસા -3 ઝોનના 44 કેન્દ્રો અને દિયોદર -4 ઝોનના 29 કેન્દ્રો પર તા. 09 /04 / 2023 ના રોજ બપોરે 12:30 કલાકથી 01:30 કલાક સુધી પંચાયત સેવા વર્ગ –3 જુનીયર કલાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 84,000 જેટલા પરીક્ષાર્થીઓ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જશે.

પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવેલી વયવસ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે,  સમગ્ર 176 કેન્દ્રો પ૨ 176 બોર્ડના પ્રતિનિધિ , 176 કેન્દ્ર સંચાલક , 176 માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે, આ સિવાય સમગ્ર 176 કેન્દ્રોને 55 રૂટમાં વિભાજીત કરવામાં આવ્યા છે અને રૂટ સુ૫૨ વાઈઝર તરીકે તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય કલાસ -2 કક્ષાના અધિકારીને નિમણુંક આપી છે. સમગ્ર 176 કેન્દ્રોમાં 41 જેટલી ફલાઈંગ સ્કવોર્ડ વિજિલન્સ સ્કવોડની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મામલતદાર કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે, આ સ્કવોર્ડ સાથે હથિયાર ધારી પોલીસને પણ સામેલ ક૨વામાં આવ્યા છે. જે સમગ્ર સમયગાળા દરમિયાન  વિવિધ કેન્દ્રો અને તેની આજુબાજુનાં વિસ્તારની આકસ્મિક મુલાકાત લેશે . તમામ 1766 રૂમ તેમજ લોબી અને સ્ટાફરૂમમાં પણ CCTV ની વ્યવસ્થા કરવામાં આવી છે . સમગ્ર પરીક્ષાના સમયગાળા દરમ્યાન 176 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર દરેક પરીક્ષા કેન્દ્ર પર હાજર રહીને લાઈવફીડ ઓબ્ઝર્વ કરતાં રહેશે તેમજ પરીક્ષા દરમયાન જો કોઈ ગેરરીતિ સામે આવે તો તે સક્ષમ અધિકારીને સમગ્ર ફીડ સાથે તેની ૨જુઆત ક૨શે અને ત્વરીત પરીક્ષા આપતા ઉમેદવારને અટકાવવામાં આવશે. તેમજ તેની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે. જિલ્લા કક્ષાએ પણ CCTV નો ફીડ જોવા મળે એ માટે એક CCTV Veiwing કમિટીની રચના કરવામાં આવીછે. જે સમગ્ર કેન્દ્રો ૫રથી મળેલ DVD ની કાળજીપૂર્વક ચકાસણી ક૨શે તેમજ જો કોઈ ગેરરીતf માલુમ પડે તો સક્ષમ કક્ષાએ રજુઆત કરશે જેમાં દોષિત ઠરેથી યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે દરેક પરીક્ષા કેન્દ્ર ૫૨ એક PSI / ASI લેવલનાં પોલીસ કર્મીની નિમણૂંક કરવામાં આવી છે

કલેક્ટર વરુણ કુમાર બરનવાલે ઉમેર્યું હતું કે, પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિને ડામવા માટે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક, 2023 નો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ કાયદા અન્વયે ગેરરીતિ આચરનાર પરિક્ષાર્થીને ત્રણ વર્ષની મુદ્દત સુધીની કેદની શિક્ષા, એક લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ બે વર્ષ સુધી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહિની જોગવાઈઓ લાગુ પડે છે જેનું પાલન કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code