1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના ભાવનગરમાં ટૂંક સમયમાં ‘હર ઘર જળ’ સુનિશ્ચિત થશે
ગુજરાતના ભાવનગરમાં ટૂંક સમયમાં ‘હર ઘર જળ’ સુનિશ્ચિત થશે

ગુજરાતના ભાવનગરમાં ટૂંક સમયમાં ‘હર ઘર જળ’ સુનિશ્ચિત થશે

0
Social Share
  • ગુજરાતમાં સરકારનો પ્લાન 
  • હવે તમામ ઘરમાં મળશે પાણી

રાજકોટઃ આણંદ, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર અને વડોદરામાં ગ્રામીણ વિસ્તારોમાં 100% તમામ ઘરોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો તેમજ 17 જિલ્લા એટલે કે, મોરબી, જામનગર, પાટણ, ભરૂચ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમદાવાદ, નવસારી, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને ખેડામાં 90% કરતાં વધારે પરિવારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કર્યા પછી ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં ઘણુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્ય લગભગ 90% ગ્રામીણ પરિવારો પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાની પહોંચ ધરાવે છે. રાજ્ય ઓક્ટોબર 2022 સુધીમાં 100% પરિવારો સુધી નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે.

ભાવનગર જિલ્લાના ગામડાંઓને બે પ્રકારે સ્રોત ઉપલબ્ધ થાય તેવું આયોજન થઇ રહ્યું છે. સારા ચોમાસાના કારણે, આ વર્ષે ખુલ્લા કુવાઓમાં 8-18 ફુટ સુધી પાણીની સપાટીમાં વધારો થયો હોવાથી તેનો ઉપયોગ પીવાલાયક પાણીના પૂરવઠા માટે કરવામાં આવી રહ્યો છે. સુકા મહિનાઓ દરમિયાન, ગામડાઓ મહી પરેજ પ્રાદેશિક પાણી પૂરવઠા યોજનનાની મદદથી પાણી મેળવે છે (આ યોજનાને જ્યારે જરૂર પડે ત્યારે મહી નદી તેમજ નર્મદાનું પાણી મળે છે). GWSSB દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોયત વા ગ્રામીણ પરિવારોની સંખ્યા પણ ઘણી વધારે છે.

ગ્રામ્ય સ્તરે, જળ અને સફાઇ વ્યવસ્થાપન સંગઠન (WASMO) એ JJMના અમલીકરણનો અગ્રણી ટેકનિકલ હિસ્સો છે. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં સ્થિત કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ (CSPC) કે જેઓ ગુજરાતમાં ગ્રામીણ સમુદાયને પીવાના પાણીનો પૂરવઠો પહોંચાડવાનો અને વરસાદી પાણીના સંગ્રહનો તેમજ જળ વ્યવસ્થાપનનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે, તેઓ પ્રોગ્રામ IEC પ્રવૃત્તિઓ, સમુદાયોની ગતિશીલતા અને પાણી સમિતિઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને તાલીમ આપવા સંબંધિત કાર્યક્રમોમાં અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યા છે.

ભાવનગરમાં ઑગસ્ટ 2019માં JJMનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે, ઑગસ્ટ, લગભગ 85% ગ્રામીણ પરિવારો નળ દ્વારા પાણીના પૂરવઠાની જોગવાઇ ધરાવતા હતા. નળ દ્વારા પાણીના પૂરવઠા વગરના ગામડાઓમાં પણ, સમુદાયો સહભાગી આયોજનના અભિગમથી પરિચિત હતા. ગામડામાં પાણી પૂરવઠાના કામોના ખર્ચમાંથી 10% યોગદાન અને માસિક O&M ચાર્જની ચૂકવણી અથવા યોજનાને આગળ ધપાવવાની પ્રેરણાના અભાવને કારણે આ ગામડાઓએ પાઇપ દ્વારા ઘરે ઘરે પીવાના પાણીના પૂરવઠાની અગાઉ આવેલી તકો ગુમાવી દીધી હતી. આ ગામડાઓ હવે તેમની JJM ઇન-વિલેજ યોજનાઓનો લાભ મેળવવા માટે સ્પષ્ટપણે આતુર છે અને તેમની કાર્યક્રમ અમલીકરણ સહાય એજન્સી તેમજ સરકાર સાથે મળીને તેઓ સક્રિયપણે કામ કરી રહ્યા છે.

CSPC એ તેમની સામુદાયિક ગતિશીલતા, જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમની મદદથી મુખ્ય ભૂમિકા ભજવી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના પ્રારંભિક તબક્કા દરમિયાન, CSPC એ કાર્યક્રમના ઘટકો, પાણી સમિતિઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ, પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાના કારણે આરોગ્ય મામલે થતા લાભો વગેરે વિશે વોટ્સએપ ગ્રૂપ, એનિમેશન ફિલ્મો જેવા ડિજિટલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવી હતી. CSPC દ્વારા સમુદાયના યોગદાનમાં સક્રિયતા લાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતો દ્વારા આ કાર્યક્રમની માલિકી સ્વીકારવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. CSPCના ફિલ્ડ મેનેજરો અને તાલીમ આપનારાઓના જણાવ્યા અનુસાર, FHTC વગરના ગામડાઓએ પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન તેમની પાણી સમિતિઓ તૈયાર કરી છે. CSPC એ કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતિ લાવીને તેમજ તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ કરીને JMM કાર્યક્રમ હેઠળ ઇન-વિલેજ પાણી પૂરવઠા પ્રણાલીઓના અમલીકરણ માટે આવી પાણી સમિતિઓને સક્રિય કરી હતી. કેટલાક ગામડાઓમાં, જ્યારે પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારે CSPCએ ગ્રામ પંચાયતોને પાણી સમિતિની રચના કરવામાં મદદ કરી હતી.

CPSCએ ભાવનગરમાં, પાણી સમિતિઓને સામુદાયિક ગતિશીલતા; ગામડાઓની પાણી પૂરવઠા વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની જરૂરિયાત; સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) અભિગમ દ્વારા વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવો; સામુદાયિક યોગદાનમાં વૃદ્ધિ કરવી; પાણીના વપરાશના ચાર્જ નક્કી કરવા; વોટરવર્કસ બાંધકામ વ્યવસ્થાપન અને O&M વગેરે મામલે તાલીમ આપી છે. CSPC દ્વારા ટેકનિકલ સર્વે, ટેન્ડરિંગની પ્રક્રિયા, ખર્ચનું વિશ્લેષણ અને રાષ્ટ્રીયકૃત બેંકમાં પાણી સમિતિનું બેંક ખાતું ખોલાવવા સહિત ઇન-વિલેજ પાણી પૂરવઠા યોજનાના તમામ પ્રકારના કાગળિયા સંબંધિત પ્રક્રિયાઓમાં પાણી સમિતિઓને પૂરો સહકાર પણ આપ્યો છે.

પાણીની ગુણવત્તાના પરીક્ષણ, ફિલ્ડ પરીક્ષણ કિટ્સનો ઉપયોગ કરીને દેખરેખ અને સર્વેલન્સ જેવી કામગીરીઓ માટે પાણી સમિતિને તાલીમ પણ હાથ ધરવામાં આવી છે. વર્તમાન સમયમાં, WASMO (વાસ્મો) દ્વારા પાણીની ગુણવત્તાની લેબોરેટરીઓના માધ્યમથી ચોમાસા પહેલાં અને પછી પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કેટલાક ગામડાઓમાં કે જ્યાં પાણી સમિતિ દ્વારા હવે આવી યોજનાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું હોય ત્યાં, પરિવારોને દર મહિને લઘુતમ ચાર્જ ચુકવવો પડે છે. કેટલીક પાણી સમિતિઓ માસિક ધોરણે ચાર્જ ઉઘરાવે છે જ્યારે કેટલીક સમિતિઓએ પાણીના ચાર્જના એકત્રીકરણ માટે અર્ધ-વાર્ષિક અથવા દિવાળી કે હોળીના તહેવાર દરમિયાન ચાર્જના એકત્રીકરણની વ્યવસ્થા ગોઠવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code