1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા
ભાવનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા

ભાવનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા

0
Social Share
  • પીરછલલા બજારમાં સર્જાય છે ટ્રાફિકની સમસ્યા
  • મોડી રાત્રે મનપા દ્વારા હટાવવામાં આવ્યું દબાણ
  • પાઈપો, પડદા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગર: શહેરની પીરછલલા બજારમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે અને વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે મોડીરાત્રે અચાનક મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ શહેરની પીરછલલામા બજારમાં પહોંચી હતી અને વેપારીઓ દ્વારા કરેલ દબાણો જેવા કે ટાંગણી માટેના પાઈપો. એન્ગલો પડદા લગાવેલ હોય જે નડતર રૂપ હોય જેથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તે પાઈપો પડદા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

ભાવનગર શહેરનો વિસ્તાર વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે વસ્તી અને ટ્રાફીક સમસ્યા પણ વધતી જણાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવા ફીટ કરાયેલ ટ્રાફીક સિગ્નલો અડધાથી પણ વધુ બંધ હાલતમાં જોવા મળે છે. તો ઘણા વિસ્તારમાં જરૂર હોવા છતા સિગ્નલ નખાતા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code