1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ
સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ

સાંતલપુરના છાણસરા ગામમાં નળ છે, પણ પાણી નથી, મહિલાઓનો માથે બેડા લઈને રઝળપાટ

0
Social Share

પાટણઃ  જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ગામની અંદાજીત કુલ વસતી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે, તે દૂષિત છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાય છે, જે પાણી પુરતું નથી. તેમજ ગામના કેટલાક ઘરો એવા છે. કે, નળ છે, પણ પાણી આવતું જ નથી.. ગામની મહિલાઓને પાણી મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે. અને તળાવમાં વિરડા ગાળી એ જ વિરડાનું દૂષિત પાણી ભરવું પડે છે.

છાાણસરાના પૂર્વ સરપંચ રામશીભાઈના કહેવા મુજબ અમારા ગામમાં પાણી આવતું નથી, આ અંગે  ધારાસભ્ય અને પાણી પુરવઠાને ફરિયાદો કરી હતી,પણ  કોઈ કંઈ સાંભળતા નથી, ગામમાં પાણી માટે દરરોજ ઝઘડા થાય છે .પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે તેમાં પાણી આવતું નથી તો પાઇપલાઇનને શુ કરવાની? ગામમાં લગ્ન પ્રસંગ હોય તો બહારથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી રહી છે. લગ્નમાં પાણી વગર કેમ ચલાવવું ખાનગી ટેન્કરનો ભાવ 1500 એ પહોંચ્યો છે.  ગામમાં દશ દિવસ બાદ પ્રતિષ્ઠા પણ છે ત્યારે પાણી વગર કેમ ચાલશે.  અન્ય ગ્રામજનોએ  જણાવ્યું કે પાણી બાબતે પૂછીએ તો ઉપરથી પાણી પૂરતું આવતું નથી તો તમને ક્યાંથી આપીએ તેવા જવાબો આપે છે. લોકોને ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી આપવાના તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે જ્યારે નરી વાસ્તવિકતા એ છે કે લોકોને પીવાનું પાણી જ પૂરતું મળતું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સાંતલપુર તાલુકામાં માત્ર છાણસરા જ નહીં અન્ય ગામોમાં પણ પીવાના પાણીની સમસ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંડા ઊતરી ગયા છે. પાઈપલાઈન દ્વારા જે પાણી આપવામાં આવે છે. એમાં પુરતું પ્રેશર ન હોવાથી પાણી પહોંચતું જ નથી. એટલે મળ છે. પણ પાણી નથી. એવો ઘાટ સર્જાયો છે. છાણસરા ગામે મહિલાઓ વીરડાનું દુષિત પાણી ભરે છે. સરકારે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરે તેવી માગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code