1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 7 વર્ષમાં ખાનગી સ્કુલ છોડી 3.27 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
ગુજરાતમાં 7 વર્ષમાં ખાનગી સ્કુલ છોડી 3.27 લાખ વિદ્યાર્થીઓએ  સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

ગુજરાતમાં 7 વર્ષમાં ખાનગી સ્કુલ છોડી 3.27 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ખાનગી શિક્ષણ મોંઘુ થતુ જાય છે. વાલીઓને ખાનગી શાળાઓની તોતિંગ ફી પોસાતી નથી. જેમાં એક વર્ષમાં તો પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લીધે મોંધવારી એટલી બધી વધી ગઈ છે. કે મધ્યમ.વર્ગની હાલત કફોડી બની છે. ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ખાનગી સ્કુલોની ફી કઈ રીતે પોસાય. આથી હવે મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં ખાનગી સ્કુલ છોડીને 3.27 લાખ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં 40 હજાર બાળકોએ અમદાવાદની મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી સ્કૂલમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી સ્કૂલો સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. જેને પગલે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને વાલીઓ તેમના બાળકોને સરકારી સ્કૂલમાં મૂકવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લાં 7 વર્ષમાં અંદાજિત 3 લાખ 27 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લાં સાત વર્ષમાં અંદાજિત કુલ 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં એડમિશન લીધું છે.

અમદાવાદ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ જણાવ્યુ હતું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલિમબદ્ધ શિક્ષકો, માળખાકિય સુવિધામાં વધારો અને રાજ્ય સરકારની શિક્ષણ નીતિ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત બન્યા છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમત ગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે. ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવવાનું મુખ્ય કારણ એ પણ છે કે, સરકારી સ્કૂલોમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ટેક્નોલોજી યુક્ત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણવિદ્ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ બધી ખાસિયતોને કારણે સ્વભાવિક છે કે સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતા સારી સુવિધાઓ મળતી હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ તરફ આકર્ષાયા છે અને એડમિશન પણ વધ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code