ગુજરાતમાં કોરોના બાદ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, પોલીસની દોડધામ વધી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટડા અનલોકમાં અનેક નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં છે. હાલ અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. નિયંત્રણો દૂર કર્યાં બાદ માર્ગો ઉપર વાહન વ્યવહાર ફરથી ધમધમતો થયો છે. બીજી તરફ ફરીએક વાર માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થછે. જીવીકે ઇએમઆરઆઈના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગત એપ્રિલમાં દરરોજ સરેરાશ 177 માર્ગ અકસ્માતો થતા હતા તે સંખ્યા ઓક્ટોબરમાં વધીને 368ની થઇ છે. એપ્રિલમાં મધરાત્રે 12 વાગ્યે સરેરાશ 2 તથા સાંજે સાત વાગ્યે 11 અકસ્માતો થતા હતા તે ઓક્ટોબરમાં મધરાત્રે 12 વાગ્યે સરેરાશ 8 અકસ્માત નોંધાયા છે.
ટ્રાફિક નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આડેધડ તથા બેદરકારીપૂર્વકનું ડ્રાઈવીંગ અકસ્માતો માટે જવાબદાર છે. વાસ્તવમાં ટ્રાફીક સંચાલન અસરકારક બનાવવાની જરુર છે. ટ્રાફીક સલાહકાર સમિતિના સભ્ય ડો. પ્રવિણ કાનાબારના કહેવા પ્રમાણે એપ્રિલની સરખામણીએ ઓક્ટોબરમાં અકસ્માતો વધુ હોવાનું સ્વાભાવિક છે. કારણ કે એપ્રિલમાં કરફયૂ સહિતના નિયંત્રણો હતા એટલે વાહન વ્યવહાર ઓછો રહેતો હતો. હવે બધુ ખુલી ગયું છે. સાંજે નોકરી-ધંધા પુરા કરીને ઘેર પહોંચવાની ઉતાવળમાં લોકો અકસ્માતો સર્જી બેસે છે. અકસ્માતો પાછળનું મુખ્ય કારણ બેદરકારી છે.