1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ત્રણ લાખ ઈન્વેસ્ટરોએ નિયમોનું પાલન ન કરતાં ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયાં
ગુજરાતમાં ત્રણ લાખ ઈન્વેસ્ટરોએ નિયમોનું પાલન ન કરતાં ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયાં

ગુજરાતમાં ત્રણ લાખ ઈન્વેસ્ટરોએ નિયમોનું પાલન ન કરતાં ડીમેટ એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયાં

0
Social Share

અમદાવાદઃ શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં લાખોની સંખ્યામાં ડીમેટ એકાઉન્ટ્સ છે, જેમાં ઘણા ઈન્વેસ્ટરો સેબીના નિયમોનું યોગ્ય પાલન કરતા નથી. રોકાણકારોના રક્ષણ તથા ગેરરીતિ રોકવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવી જ રહ્યા છે. ડીમેટ ખાતામાં પાન-આધાર લીંકઅપ ફરજિયાત છે. ઉપરાંત અધિકૃત મોબાઈલ નંબર-ઈ મેઈલ આઈડી અનિવાર્ય કરવા છતાં તેનું પાલન નહિ કરનારા ગુજરાતના ત્રણ લાખ ઈન્વેસ્ટરોનાં ડીમેટ ખાતા ફ્રીઝ (સ્થગીત) કરી દેવાયા છે. આ ઈન્વેસ્ટરો નિયમ પાલન સુધી શેરબજારમાં રોકાણ નહિં કરી શકે તેમજ મ્યુચ્યુઅલ ફંડ કે આઈપીઓમાં પણ રોકાણ કરી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં શેરબજારમાં  ઈન્વેસ્ટર્સનો મોટો વર્ગ  છે,  ગુજરાતમાં હાલ 1.49 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો બીએસઈ ડેટા પ્રમાણે છે. ડીમેટ ખાતા યથાવત રાખવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. રોકાણકારોના હિત માટે આધાર-પાન લિન્કઅપનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કલાયન્ટ વતી નિયમોનું પાલન કરવાનું બ્રાકરો માટે પડકારજનક બની ગયુ છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડીયાનાં સૂત્રોના કહેવા મુજબ ગુજરાતના અંદાજીત 3 ટકા ડીમેટ ખાતા ફ્રીઝ થઈ ગયા છે. કહેવાય છે. કે, ગુજરાતના 3 થી 4 ઈન્વેસ્ટરો તો શેરબજારમાં કામગીરી શકે તેમ નથી. ડીપોઝીટરીનાં કેવાયસી નિયમોનું પાલન ન થવા બદલ સેંકડો-ખાતા જુલાઈથી જ ફ્રીઝ થયેલા છે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર વેરીફીકેશન પેન્ડીંગ રહેવાના સંજોગોમાં સ્ટોક એકસચેંજ ખાતા સ્થગિત કરી નાખે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અનેક બ્રોકરો  સ્ટોક એકસચેંજની આડેધડ કાર્યવાહી સામે નારાજગી દર્શાવી રહ્યા છે.કલાયન્ટની નિયમ પ્રક્રિયા કરવા માટે રાત-દિવસ કામગીરી કરવાનો વખત આવ્યો છે. એક બ્રોકરેજ હાઉસનાં તો 15 ટકા જેટલા કલાયન્ટનાં એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. તમામ બ્રોકરોને ટેકનોલોજીનુ જ્ઞાન નથી એટલે નિયમોનું પાલન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણાબધા કેસોમાં કલાયન્ટોએ મોબાઈલ નંબર કે ઈ-મેઈલ બદલાવી નાખ્યા હોય છે અને નવા કેવાયસી નિયમો હેઠળ માહિતી અપડેટ કરી ન હોવાથી ખાતા સ્થગિત થયા છે. જોકે નવા ખાતા ધારકોને ખાસ તકલીફ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code