1. Home
  2. ગુજરાતી
  3. ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’
ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’

ગૃહમંત્રી શાહે કહ્યું ‘કોરોનાનું સ્વરુપ બદલાતા કેસોમાં થઈ રહ્યો છે વધારો,લોકોએ સતર્ક રહેવાની જરુર’

0
Social Share
  • ગુજરાતમાં અમિત શાહેલોકોને ચેતવ્યા
  • બદલતા કોરોનાના સ્વરુપ સાથે કેસ વધી રહ્યા છે
  • કહ્યું લોકોએ સતર્ક રહેવાની જરુર છે

દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે કોરોનાનું સ્વરૂપ બદલાયા બાદ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરેત્યા સુધી કેસોને તેને નિયંત્રિત કરી શકાશે નહીં.

આ સાથે શાહે 15-18 વર્ષની વયના લોકોને રસી લેવાની અપીલ કરી હતી. આ વય જૂથ માટે રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થાય છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 50 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતાં તેમણે વહીવટીતંત્રને કોરોનાના વધતા જતા કેસો અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સરકાર વિવિધ સ્તરે સ્થિતિની સમીક્ષા કરી રહી છે. પરંતુ લોકોએ જાગૃત થવાની પણ સાથે સાથે  જરૂર છે. તેમના સહકાર વિના સરકાર તેને નિયંત્રિત કરી શકશે નહીં. આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે. શાહે તેઓને પૂછ્યું કે જે લોકોે હજી પણ કોરોનાની રસીનો બીજો ડોઝ નથી લીધો તેમણે વહેલી તકે રસી મેળવી લેવાની જરુર  છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code