1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું
ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે રાજ્યની તમામ જીએસટી કચેરીઓના પટાગણમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્ટેટ જીએસટી વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ ત્રણ જેટલી માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટેટ GST વિભાગ કર્મચારી મંડળના કર્મચારીઓએ સરકાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો.

એસજીએસટી કર્મચારી એસોસિએશન દ્વારા ફેડરેશનના વડપણ હેઠળ પડતર પ્રશ્નોનો નિકાલ માટે શિસ્તબધ્ધ રીતે સરકારી કામગીરીના યોગ્ય નિર્વાહની સાથોસાથ કાળીપટ્ટી ધારણ કરી રામધૂન કરી બપોરે લંચના સમયે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કર્મચારીઓ, અધિકારીઓના પડતર પ્રશ્નો માટે સતત થયેલી ઉપેક્ષાનો વિરોધ રાજ્યભરની એસજીએસટીની કચેરી સામે પ્રદર્શન કરાયું હતું.

સીજીએસટી કર્મચારી મંડળના જણાવ્યા મુજબ રાજ્ય વેરા ખાતાના વર્ગ -1 , 2 , વર્ગ -3 તથા સુપર ક્લાસ -1 એસોસિએશન દ્વારા સમયાંતરે રાજ્ય સરકાર સમક્ષ ખાતાને લગતા પડતર પ્રશ્નો તથા ખાતાના અધિકારીઓ કર્મચારીઓ સાથે થતા અન્યાય સબબ વખતોવખત લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી છે, રાજ્ય સરકારની 80 ટકાથી વધુ આવક એસજીએસટી વિભાગ દ્વારા થઈ રહી છે,  GST માં સમગ્ર દેશમાં ગુજરાત આવકની દ્રષ્ટીએ ત્રીજા ક્રમે અને E – WAY BI ચકાસણી, રીટર્ન ડીફોલ્ટર એવા કાર્યોમાં પહેલા અને બીજા ક્રમે હોય છે . વિશેષમાં બાયો મેટ્રીક કેન્દ્ર ફેક ડ્રાઈવ જેવા મહત્વના પાઈલોટ પ્રોજેક્ટસમાં 5 GST ગુજરાત જ પસંદ કરવામાં આવે છે. અન્વેષણની બોગસ બીલીંગ કરવાવાળાની તપાસ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે અને SGST ગુજરાતને મોડલ બનાવવામાં આવેલું છે, આવી કામગીરી કરવા છતા સરકાર SGSTના અધિકારીઓને બિરદાવવાની જગ્યાએ અન્ય કેડર (IRS) માંથી અધિકારીઓને ડેપ્યુટેશન પર લાવવામાં આવે છે, જેના કારણે ખાતાના અધિકારીની જગ્યા પર બઢતી મળતી નથી કે જગ્યા પણ વધારવામાં આવતી નથી,  ખુબ જ જુનિયર અધિકારીને 1 ના અનુભવી અધિકારીના ઉપરી અધિકારી બનાવી મુકવામાં આવતા હોવાથી વિભાગના તમામ કેડરમાં અધિકારી -કર્મચારીઓમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી રહી છે. સરકારને વખતોવખત કરાયેલી રજુઆતો પર કોઈ કાર્યવાહી આજદીન સુધી કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવતા ના છૂટકે અંતિમ પ્રયાસ તરીકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે..

સીજીએસટી વિભાગના પડતર પ્રશ્નો-માંગ કરવામાં આવી છે, જેમાં (1) વિભાગના તમામ કેડરના અધિકારીને કેરીયર પ્રોગેશન યોગ્ય રીતે સમયસર આપે તે માટે વિભાગના અધિકારીઓથી ભરવાપાત્ર અધિક રાજ્ય વેરા કમિશનરની જગ્યાઓ ઉભી કરી અને બઢતી આપવી, (2) વિભાગના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના સિનિયર અધિકારીઓ બઢતી મેળવવા પાત્ર હોવા છતાં તેમની લાંબા સમયથી અવગણના કરીને અન્ય કેડર ( IRST, IRS – CGST, GAS) માંથી અધિકારીઓ મુકવામાં આવે છે જે ખાતાની કાર્યપધ્ધતિથી માહીતગાર હોતા નથી,  અને ખાતાના સક્ષમ અને અધિકારીઓની બઢતીમાં અવરોધ ઉભો કરે છે, (3) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કરાયેલા વર્ગ -2 માં મામલતદાર, સેલ્સ ટેક્ષ અધિકારી સેક્શન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની કેડરોની ભરતી એકસાથે કરવામાં આવે છે તેમજ પગાર ધોરણ પણ સમાન હોય છે . ત્યારબાદ જે તે વિભાગમાં બઢતી મેળવ્યા બાદ વર્ગ -1 માં નાયબ સચિવ, અધિક કલેકટર ( GAS ) ના પગારધોરણ કરતા નાયબ રાજ્ય વેરા કમિશનર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનરના પગારમાં વિસંગતતા છે, એક ગ્રેડ નીચો છે. આથી પગાર સમાનતા મેળવવા માટેની રજૂઆત પડતર છે, (4) રાજ્ય વેરા ખાતાની તમામ કેડરોમાં પ્રમોશન ઝડપી બનાવવા બાબત સહિતના મુદ્દાઓ લઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code