1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું
જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું

જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું

0
Social Share

જસદણઃ  રાજકોટ જિલ્લાના જસદણમાં ભાજપ શાસિત નગર પાલિકાની આર્થિક હાલત ડામાડોળ બની છે. નગરપાલિકાના સત્તાધિશોએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા pgvcl દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવતા શહેરભરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થાને પણ અસર પહોંચી છે.  શહેરના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે પીજીવીસીએલ દ્વારા જસદણ પાલિકાને બિલ ન ભરવાને લઈને નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં પણ વીજળી બિલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જસદણ પાલિકા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પીજીવીસીએલે લાઇટ બિલ બાકી હોવાને લઈને જસદણ પાલિકાને નોટિસ ફટકારી હતી. આ નોટિસ છતાં પાલિકા દ્વારા બિલ ભરવામાં આવ્યું નહીં. એટલે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરીને લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. તેથી શહેરમાં અંધારપટ છવાયો હતો. કહેવાય છે કે, જસદણ પાલિકાનું 35 લાખ કરતા વધુનું બિલ બાકી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગામમાં જ પાલિકા બિલ ન ભરી શકે અને લાઇટ કનેક્શન કપાઈ જાય એટલે ચર્ચા થાય એ સ્વાભાવિક છે. નગરપાલિકાને ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ  પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નહીં. પાલિકા દ્વારા જનતા પાસે વેરો તો ઉઘરાવવામાં આવે છે, પણ બિલ ભરવામાં આવતું નથી. બીજીતરફ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ પોતાના શહેરની પાલિકામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી નથી. આ નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. રાજ્યની સરકારમાં પણ ભાજપ છે. તેવામાં પીજીવીસીએલની કાર્યવાહી બાદ સતત સવાલ ઉઠી રહ્યાં છે.

સૂત્રએ ઉમેર્યું હતું કે, જસદણ શહેરમાં કુલ 7 વોર્ડ આવેલા છે. જેમાં અંદાજે 70 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. સાત વોર્ડમાં નિયમિત પાણી વિતરણ માટે પાલિકા દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યાંથી દરેક વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે. પાલિકાના વોટરવર્કસ શાખાનું છેલ્લા થોડા સમયથી બાકી ખેંચાતું આવતું વીજ બીલ હાલ રૂ.4 કરોડ વિસ લાખ જેવું વીજ બિલ બાકી છે તેમજ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટલાઇટોનું બાકી બીલ રૂ.35.84.509 લાખ જેટલી રકમ બાકી છે. ત્યારે આટલી મોટી રકમ લાંબો સમય થવા છતાં બીલ ભરવામાં ન આવતા જસદણ PGVCL કચેરી બંને બાકી બીલની રકમ ભરવા અંગે પાલિકાતંત્રને નોટીસ પાઠવી હતી. જેમાં જણાવ્યું છે કે પાલિકા દ્વારા બાકી વીજબીલની ભરપાઇ કરવામાં નહીં આવે તો PGVCL દ્વારા વોટરવર્કસ શાખાના વીજ જોડાણ તેમજ સ્ટ્રીટલાઇટોના કનેક્શનો કાપી નાંખવામાં આવશે. આ અંગે જસદણના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ જણાવ્યું કે જસદણ નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે વોટરવર્કસ શાખાનું બાકી વીજ બિલ અને સ્ટ્રીટ લાઈટનું વીજ બિલ હપતે હપતે ભરી આપશુ. જસદણના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જસદણ નગરપાલિકા વેરા વસુલાત ઓછી હોવાના કારણે વીજ બીલ સમયસર નથી ભરાતું. જેથી કરીને આગળના બે મહિનાની અંદરમાં ટીમો બનાવી વેરા વસુલાત ઝુંબેશ કરી પાલિકાનું વીજબિલ ભરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code