1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નડિયાદમાં પોલીસે દારૂ પકડવા માટે રેડ પાડી તો નકલી હળદર બનાવવાની બે ફેકટરી પકડાઈ
નડિયાદમાં પોલીસે દારૂ પકડવા માટે રેડ પાડી તો નકલી હળદર બનાવવાની બે ફેકટરી પકડાઈ

નડિયાદમાં પોલીસે દારૂ પકડવા માટે રેડ પાડી તો નકલી હળદર બનાવવાની બે ફેકટરી પકડાઈ

0
Social Share

નડિયાદઃ શહેરના  ટાઉન પોલીસે  ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. નડિયાદ પોલીસને ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે કેમિકલ ઉતર્યું હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે બાતમીવાળા સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના બદલે ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, કારખાનમાં હળદળ પાવડર બનાવવા માટે સૂકી હળદળ જ ન હતી. ચોખાની કણકી અન કેમિકલ મિક્સ કરી ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હતો. જ્યારે શહેરના મીલ રોડ પરથી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી હળદર બનાવવાની ફેકટરી પડી પાડી છે. જેની તપાસમાં નજીકમાંથી જ બીજી આવી ફેકટરી પકડાતા ચકચાર જાગી છે.  હળદરના નમુના લેબમાં મોકલી માલ ક્યાં જતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ. નડિયાદના મીલ રોડ પાસે બનાવટી દારૂ બનાવવા માટેનું કેમીકલ ઉતર્યુ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે તપાસ કરતા ડુપ્લીકેટ હળદર બનાવવાનું ગોડાઉન ઝડપાયું હતું. આ ગોડાઉનના માલીકની વધુ તપાસ કરવામાં આવતા ડુપ્લીકેટ મસાલા બનાવતી ફેકટરી મળી આવી હતી. જેમાં મુખ્યત્વે બનાવટી હળદર બનાવવામાં આવતી હતી. જેથી પોલીસ આ જોઈને ચોંકી ઉઠી હતી અને તાત્કાલીક ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ કરી સ્થળ ઉપર બોલાવ્યા હતા. તેમજ સ્થળ ઉપરથી મળી આવેલો ડુપ્લીકેટ હળદરનો મુદામાલ સહિતના સામનના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડી સાંજ સુધી સમગ્ર ગોડાઉન અને તેની ફેકટરીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને સરકારી લેબોરેટરીમાં નમુનાને પૃથ્થકરણ કરવા માટે મોકલી આપવામાં આવશે તેવું ફુડ એન્ડ ડ્રગ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે કણકીનો લોટ અને અને કેમિકલના બેરલ મળી આવ્યા છે. નડિયાદના મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની નડિયાદ પોલીસને બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા ગોડાઉનમાંથી કેમિકલના બેરલ અને કણકીનો લોટ મળી આવ્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ હળદરનો જથ્થો પણ મળી આવ્યો હતો. અહીં હળદરમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,પોલીસે દરોડો પાડ્યા બાદ દેવરપાઈસીસ ફેકટરીનાં સંચાલક અમીત ચંદ્રકાન્ત ટહેલીયાણીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા. અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમીત ટહેલીયાણીએ પોપટની જેમ બોલવા માંડયું હતું. આ પ્રકારની બીજી ફેકટરી નડિયાદ-મહેમદાવાદ રોડ ઉપર કમળા નજીક આવેલી છે. તેમ જણાવ્યું હતું. જેથી પોલીસ તે સ્થળ ઉપર પહોંચી હતી અને આ ફેકટરીમાંથી બીજુ ભેળસેળયુકત હળદર અને અન્ય જથ્થો મળી આવ્યો હતો. પોલીસને આ ફેકટરીમાંથી મોટી માત્રામાં ડુપ્લીકેટ હળદર બનાવવાનો જથ્થો મળ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code