Site icon Revoi.in

પુડુચેરીમાં, FIR ફક્ત તમિલ ભાષામાં નોંધાશે, પરંતુ જેને જરૂર હોય તેને અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવાશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર (લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) શ્રી કે. કૈલાશનાથન સાથે કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી)માં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચા પોલીસ, જેલ, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર કેન્દ્રિત હતી. આ બેઠકમાં પુડુચેરીના ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ મહાનિર્દેશક, પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરો (બીપીઆર એન્ડ ડી)ના મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) ના નિયામક, ગૃહ મંત્રાલય (એમએચએ) અને પુડુચેરી વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીએ સારું કામ કર્યું છે. ગૃહમંત્રીએ નવા ફોજદારી કાયદાઓના વહેલા અમલીકરણની ખાતરી કરવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં FIR ફક્ત તમિલ ભાષામાં નોંધવી જોઈએ અને જેમને તેની જરૂર હોય તેમને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ NAFIS હેઠળ રેકોર્ડ કરવા જોઈએ. જેથી ડેટાબેઝનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે. તેમણે કહ્યું હતું કે કોઈપણ કિસ્સામાં કાનૂની સલાહ આપવાનો અધિકાર ફક્ત પ્રોસિક્યુશન ડિરેક્ટર (DoP)ને જ હોવો જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું હતું કે ઈ-સમન્સ, ઈ- સાક્ષ્ય, ન્યાય શ્રુતિ અને ફોરેન્સિક્સ જેવી જોગવાઈઓ શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણપણે લાગુ કરવી જોઈએ.

અમિત શાહે કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકએ અઠવાડિયામાં એકવાર, ગૃહમંત્રીએ દર 15 દિવસે અને ઉપરાજ્યપાલે મહિનામાં એકવાર નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ.