
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે કેવડાનો દિવ્ય શણગાર કરાયોઃ ભાવિકો દર્શન માટે ઉમટ્યા
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના મંગળવારને તા.24/8/2021ના રોજ કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં કષ્ટભંજનદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ આવી રહ્યા છે. હનુમાનજી દાદાને રોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે.અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. શનિવાર અને રવિવારે કષ્ટભંજન દેવના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગે છે. ભાવિકો દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને બાબા અમરનાથ ની પવિત્ર ગુફાની ઝાંખી કરાવતા ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 5:30 કલાકે પુજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ સવારે 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાન દાદાને કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને કેવડાના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. છેલ્લા વર્ષોમાં યાત્રિકોની સુવિધા માટે મંદિરનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે.