1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં માત્ર એક જ ટિકિટમાં BRTS અને સિટી બસમાં દિવસભરમાં ગમે તેટલી મુસાફરી કરી શકાશે
સુરતમાં માત્ર એક જ ટિકિટમાં BRTS અને સિટી બસમાં  દિવસભરમાં ગમે તેટલી મુસાફરી કરી શકાશે

સુરતમાં માત્ર એક જ ટિકિટમાં BRTS અને સિટી બસમાં દિવસભરમાં ગમે તેટલી મુસાફરી કરી શકાશે

0
Social Share

સુરત: શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે વન ટિકિટ વન-ડે જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને  સિટી અને BRTS બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે. સિટી-BRTS બસમાં રૂપિયા 25 ની ટિકિટ લઈને પ્રવાસી આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આથી રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને વધુને વધુ લોકો જાહેર પરિવહનની સીટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરે એવું આયોજન કરવામાં આવ્યુ. છે. શહેરમાં હાલ  58 રૂટ પર મ્યુનિ.ની બસોમાં 2.30 લાખ લોકો મુસાફરી કરે છે. બસના મુસાફરો દ્વારા દૈનિક 12,000 મનીકાર્ડનો વપરાશ થઇ રહ્યો છે. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  15 જૂનથી નવી સ્કીમ લાગુ કરવામાં આવી રહી છે. શહેરમાં  58 રૂટ પર 800 જેટલી બીઆરટીએસ અને સીટી બસ હાલ દોડી રહી છે. તેમાં દરરોજ 2.30 લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ તમામ મુસાફરોને બીઆરટીએસમાંથી સીટી બસમાં મુસાફરી કરવી હોય તો અલગ ટિકિટ લેવી પડે છે. સાથે ટિકિટ ખરીદવામાં પણ ખૂબ સમયનો વેડફાટ થાય છે. આવા તબક્કે મ્યુનિ.એ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં વન ટિકિટ વન જર્ની કોન્સેપ્ટને અમલમાં મુકવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત શહેર ઝડપથી મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે. સુરત શહેરમાં લોકો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અને અમલ કરવાની દિશામાં અગ્રેસર બની રહ્યા છે. આ વર્ષે બજેટમાં સુરત મ્યુનિ.કોર્પોરેશને  એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં જાહેર પરિવહન એટલે કે ડીઆરડીએ, સીટી બસ, મેટ્રોનો ઉપયોગ એક જ ટિકિટમાંથી થાય તેવી ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.  અલબત્ત હાલ સુરત શહેરમાં મેટ્રો રેલ શરૂ થઈ નથી તેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ બીઆરટીએસ અને સીટી બસ ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code