1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

0
Social Share
  • દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ
  • કોરોનાથી 2 લોકોના થયા મોત
  • મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા
  • કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત  

દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે.

રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 37 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે બે દર્દીઓના મોત થયા હતા. શહેરમાં સંક્રમણનો દર 3.89 ટકા નોંધાયો હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શહેરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 20,40,152 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 26,646 થઈ ગયો છે.

વિભાગના બુલેટિન મુજબ, કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 709 નોંધાઈ હતી જેમાંથી 588 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં રવિવારે 5.5 ટકાના સંક્રમણ દર સાથે કોવિડ -19 ના 119 કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 76 નવા કેસ નોંધાયા હતા અને તેના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે હવે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 81,67,595 થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1,48,538 થઈ ગઈ છે.

રવિવારે મહારાષ્ટ્રમાં સંક્રમણના 177 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 176 લોકો સ્વસ્થ થયા છે, જેના કારણે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 80,17,530 થઈ ગઈ છે. રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,628 છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code