
દેશમાં છેલ્લા 24 કલાક દેશભરમાં કોરોનાના 3,275ન કેસ નોંધાયા,વિતેલા દિવસની સરખામણીમાં 2.1 ચકાનો વધારો
- 24 કલાક દેશભરમાં 3,275ન કેસ નોંધાયા
- વિતેલા દિવસની સરખામણીમાં 2.1 ચકાનો વધારો
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યા ફરી એક વખત કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દૈન્ક કેસોમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને દિલ્હી,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને કોરોનાને લઈને લગાવેલ પ્રતિબંધો પણ ફરી શરુ કરાયા છે.કોરોનાના કહેરને લઈને નોઈડામાં પ્રતિબંધો લ31 મે સુધી લંબાવાયા છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 3 હજાર 275 નવા કેસ નોંધાયા છે, આ સાથે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ગઈકાલ કરતાં 2.1 ટકા વધુ જોવામ મળી છે.
આ સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના કારણે કુલ 55 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 5 લાખ 23 હજાર 975 પર પહોંચી ગયો છે.
આ સાથે જ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 1.07 ટકા નોઁધાયો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.70 ટકા જોવા મળ્યો હતો.
જો વાત કરીએ મુંબઈની તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 117 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છે. અગાઉ 24 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક જ દિવસમાં 119 કેસ નોંધાયા હતા.આ સાથે જ દિલ્હીમાં 1 હજારથી વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા છએ દેશના કુલ કેસમાં દિલ્હીના કેસ 50 ટકા જોવા મળી રહ્યા છે.