1. Home
  2. ગુજરાતી
  3. આ ગ્લેમરસ અભિનેત્રી રમઝાન મહિનામાં ઉમરાહ કરવા પહોંચી મક્કા-મદિના, જૂઓ હિજાબ-બુરખામાં તેનો ન ઓળખાતો લૂક
આ ગ્લેમરસ અભિનેત્રી રમઝાન મહિનામાં ઉમરાહ કરવા પહોંચી મક્કા-મદિના, જૂઓ હિજાબ-બુરખામાં તેનો ન ઓળખાતો લૂક

આ ગ્લેમરસ અભિનેત્રી રમઝાન મહિનામાં ઉમરાહ કરવા પહોંચી મક્કા-મદિના, જૂઓ હિજાબ-બુરખામાં તેનો ન ઓળખાતો લૂક

0
Social Share
  • ગોહર ખાન પોતાના પતિ સાથે ઉમરાહ કરવા સાઉદી પહોંચી
  • મક્કા મદિનાથી તેણે કેટલાક ફોટો ઈન્સ્ટા પર કર્યા શેર
  • ગ્લેમરસ અભિનેત્રીને બુરખામાં ઓળખવી મુશ્કેલ

મુંબઈઃ-, હાલ મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે ત્યારે દરેક  સેલેબ્સ પણ રોઝા અને ઈબાદત કરતા જોવા મળી રહ્યા છે અને પોતાનો ગ્લેમરસ અંદાજ છોડીને હાલ ધાર્મિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આવી જ એક ગ્લેમરની દુનિયાની અભિનેત્રી ગોહર ખાન કે જે કોઈની ઓળખની મોહતાઝ નથી,તેણે નાની ઉમંરે અનેક સફળતાઓ મેળવી છે જે તેના પતિ ઝૈદ દરબાર સાથે મક્કા મદીનામાં ઉમરાહ કરવા પહોંચી છે. ગૌહર ખાને આ સમયગાળા દરમિયાન પોતાની કેટલાક ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટો અને વીડિયોમાં ગૌહર ખાન હિજાબ અને બુરખો પહેરેલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, દરરોજ ગ્લેમરસ અંદાજમાં દેખાતી આ સુંદર અભિનેત્રીને ઓળખવી મુશ્કેલ બની છે.

https://www.instagram.com/gauaharkhan/?utm_source=ig_embed&ig_rid=0e29526a-2265-42c1-8a78-c85d1e360c3c

પ્રથમ ફોટચો શેર કરતા ગૌહરે લખ્યું, “આખરે અમારી ડ્રીમ ટ્રીપની અમે રાહ જોઈ રહ્યા હતા જ્યારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું! અલહમદુલિલ્લાહ. દરેક માટે પ્રાર્થના કરીશું.”

તાજેતરમાં, આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન, ગૌહર ખાને ખુલાસો કર્યો કે તે ઉમરાહ માટે જવાની યોજના બનાવી રહી છે. તેણીએ એક ચાહકને જવાબ આપ્યો, “ઈન્શાઅલ્લાહ મેં. મારા આખા પરિવાર સાથે આ રમઝાન. અલહમદુલિલ્લાહ.” તેના ઓ ફોટો જોઈને ચાહકો આશ્ચર્ય પામ્યા છે જે એક્ટ્રેસ રોજેરોજ ગ્લેમરસ લૂકમાં જોવા મળતી હતી તેનો બુરખા અને હિજાબ વાળો લૂક કોઈ ઓળખી શક્યું નહતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code