1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભગવાન શ્રી કૃષ્ણના કોની સાથે લગ્ન થયા હતા તેનાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અજાણ ?
ભગવાન શ્રી કૃષ્ણના કોની સાથે લગ્ન થયા હતા તેનાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અજાણ ?

ભગવાન શ્રી કૃષ્ણના કોની સાથે લગ્ન થયા હતા તેનાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અજાણ ?

0
Social Share

અમદાવાદઃ પોરબંદરના માધવપુર મેળામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને સંબોધતા ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રરાજી અંગે નિવેદન કરવા વિવાદ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી સાથે લગ્ન થયાનો પાટીલે ભાંગરો વાટ્યો હતો.જો કે, એક કાર્યકરે પાટીલને કાનમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન રૂક્ષમણિજી સાથે થયાનું જણાવતા તેમણે ભૂલ સુધારી હતી. જો કે, પાટીલના આ નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પાટીલ અને ભાજપ સામે આકરા પ્રહાર કરીને માફી માગવાની માંગણી કરી છે.

સી.આર.પાટીલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજ્યની ભાજપ સરકારે વિદ્યાર્થીઓને ભગવત ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભગવાન શ્રીકૃષ્ણ વિશે પૂરતુ જ્ઞાન નહીં ધરાવતા હોવાનું જોવા મળે છે. એટલું જ નહીં કાર્યક્રમના સ્ટેજ ઉપર અનેક મહાનુભાવો બિરાજમાન હતા તો તેઓએ પણ તાત્કાલિક પાટીલને ભૂલ અંગે કેમ માહિતગાર ન કર્યાં તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાત ભાજપની વેબસાઈટ ઉપર પણ રૂક્ષમણિજીનું નામ લખવામાં કરેલી ભૂલના ફોટોગ્રોફ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આમ હિન્દુ હોવાનો ગર્વ લેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ભગવાન શ્રીકૃષ્ણ, સુભદ્રાજી અને રૂક્ષમણિ અંગેની ભૂલ મુદ્દે લોકોમાં નારાજગી ફેલાઈ છે.

ભગવાન શ્રી કૃષ્ણના અંગે સી.આર.પાટીલે કરેલા નિવેદનથી ઉભા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપાએ ધર્મના નામે નફરત ફેલાવી ચૂંટણી લડવી છે પરંતુ ધર્મ વિશે તેમને એબીસી જેટલી પણ જાણકારી નથી. માધવપુરના મેળામાં સીઆર પાટીલે કહ્યું કે, કૃષ્ણ ભગવાનના સુભદ્રાજી સાથે લગ્ન થયા હતા. ખરેખર તો પાટીલને જાણવુ જોઈએ કે, સુભદ્રાજી ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા અને ભગવાનના લગ્ન રૂક્ષમણિજી સાથે થયા હતા. રૂક્ષમણિજી ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી હતા. રૂક્ષમણિ વિવાહને પ્રસંગ્રે માધાપરમાં મેળો યોજાય છે. તેમજ પ્રતિક રૂપે રૂક્ષમણિજીના વિવાહ થાય છે. આટલુ જ્ઞાન નહીં ધરાવનારા સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે. મારી ભાજપને વિનંતી છે કે, તેઓ તાત્કાલિક માફી માગે, જો તેઓ માફી નહીં માગે તો પ્રજા તેનો જવાબ આપશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, સુભદ્રાજી ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા. આ ભૂલ અંગે સી.આર.પાટીલ અને ભાજપનાએ માફી માગવી જોઈએ.

તા.11 એપ્રિલ 2022 ના રોજ રુકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ નિમિત્તે માધવપુર(ઘેડ) ખાતે માધવપુર મેળો 2022 યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રી કિશન રેડ્ડી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવજી, રાજ્ય સરકારના  મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, એમડી ટુરિઝમ આલિત્કુમાર પાંડે , કલેકટર અશોકભાઈ શર્મા, ડી.ડી.ઓ અડવાણી, કમિશનર જોશી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, અને મોટી સંખ્યામાં જનમેદની ઊપસ્થિત રહી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code