1. Home
  2. ગુજરાતી
  3. 21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ
21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ

21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ

0
Social Share

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ – ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે 21 મી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વિક રોગચાળો, વિવિધ પ્રદેશોમાં તણાવ અને યુદ્ધો અને વૈશ્વિક સંતુલનને હચમચાવી નાખનાર સપ્લાય ચેઈન ભંગાણ સહિતના અભૂતપૂર્વ વિક્ષેપો જોવા મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કટોકટી રાષ્ટ્રની સાચી શક્તિ છતી કરે છે અને ગૌરવ વ્યક્ત કર્યું હતું કે આ વિક્ષેપો છતાં, ભારતનો દાયકો નોંધપાત્ર વિકાસ, ઉત્કૃષ્ટ ડિલિવરી અને લોકશાહીના મજબૂતીકરણ દ્વારા ચિહ્નિત થયો છે. મોદીએ યાદ કર્યું કે જ્યારે છેલ્લા દાયકાની શરૂઆત થઈ હતી, ત્યારે ભારત અગિયારમું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને અશાંતિ વચ્ચે પતનની આશંકાઓ હતી, પરંતુ આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પરિવર્તનની સદી માટે મુખ્ય પાયો બનશે તે વાત પર ભાર મૂકતા મોદીએ નોંધ્યું હતું કે ભારત હાલમાં વૈશ્વિક વિકાસમાં સોળ ટકાથી વધુ યોગદાન આપે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોગદાન વર્ષ દર વર્ષે વધતું રહેશે. તેમણે પુષ્ટિ આપી કે ભારત વૈશ્વિક વિકાસને વેગ આપશે અને વિશ્વ અર્થતંત્રના નવા એન્જિન તરીકે ઉભરી આવશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે બીજા વિશ્વ યુદ્ધ પછી, એક નવી વૈશ્વિક વ્યવસ્થા ઉભરી હતી, પરંતુ સાત દાયકા પછી તે વ્યવસ્થા તૂટી રહી છે અને વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે આવું કેમ થઈ રહ્યું છે અને સમજાવ્યું કે અગાઉની સિસ્ટમ ‘વન સાઈઝ ફીટ્સ ઓલ’ (બધા માટે એક જ માપદંડ) અભિગમ પર બનેલી હતી. તેમણે નોંધ્યું કે એવું માની લેવામાં આવ્યું હતું કે વિશ્વ અર્થતંત્ર કેન્દ્રમાં રહેશે, સપ્લાય ચેઈન મજબૂત અને વિશ્વસનીય રહેશે અને રાષ્ટ્રોને માત્ર યોગદાન આપનારા તરીકે જોવામાં આવશે. તેમણે હાઇલાઇટ કર્યું કે આ મોડલને હવે પડકારવામાં આવ્યું છે અને તે તેની સુસંગતતા ગુમાવી રહ્યું છે, દરેક દેશ સમજી રહ્યો છે કે તેણે પોતાની સ્થિતિસ્થાપકતા બનાવવી જ જોઈએ.

મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ આજે જે ચર્ચા કરી રહ્યું છે તેને ભારતે 2015 માં જ પોતાની નીતિનો ભાગ બનાવી દીધો હતો. તેમણે યાદ કર્યું કે જ્યારે એક દાયકા પહેલા નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેના સ્થાપક દસ્તાવેજમાં ભારતનું વિઝન સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું હતું—કે દેશ વિદેશમાંથી એક પણ વિકાસ મોડલ આયાત નહીં કરે પરંતુ વિકાસ માટે પોતાનો અભિગમ અપનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નીતિએ ભારતને પોતાની જરૂરિયાતો અને હિતો અનુસાર નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક મુખ્ય કારણ રહ્યું છે કે, વિક્ષેપોના દાયકામાં પણ ભારતનું અર્થતંત્ર નબળું પડ્યું નથી પરંતુ વધુ મજબૂત બનતું રહ્યું છે.

“21 મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે”, પ્રધાનમંત્રીએ ઉદગાર કર્યો અને જણાવ્યું કે તેની સૌથી મોટી શક્તિ એ હકીકતમાં રહેલી છે કે સુધારા મજબૂરીથી નહીં પરંતુ પ્રતીતિ અને પ્રતિબદ્ધતા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું કે ઉપસ્થિત નિષ્ણાતો અને આર્થિક નેતાઓ 2014 પહેલાના યુગના સાક્ષી છે જ્યારે સુધારા માત્ર કટોકટી અથવા મજબૂરી હેઠળ કરવામાં આવતા હતા. તેમણે યાદ કર્યું કે 1991 ના સુધારા ત્યારે આવ્યા જ્યારે દેશ દેવાળાનો સામનો કરી રહ્યો હતો અને સોનું ગીરવે રાખવું પડ્યું હતું, અને નોંધ્યું કે અગાઉની સરકારોએ તે જ પેટર્ન અનુસરી હતી—જ્યારે ફરજ પાડવામાં આવે ત્યારે જ સુધારા રજૂ કરવા. મોદીએ આગળ 26/11 ના આતંકી હુમલા બાદ NIA ની રચના, ગ્રીડ ફેલ્યોર પછી જ પાવર સેક્ટરમાં સુધારા અને જ્યારે મોંઘવારી વધી અને આદિવાસી વિસ્તારોમાં ભૂખમરો ફેલાયો ત્યારે ફૂડ સિક્યુરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેવા ઉદાહરણો ટાંક્યા હતા, છતાં પણ તેનો અમલ નબળો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂરીમાંથી જન્મેલા સુધારા રાષ્ટ્ર માટે ક્યારેય યોગ્ય પરિણામ આપતા નથી. તેમણે ગૌરવ વ્યક્ત કર્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં નીતિ, પ્રક્રિયા, ડિલિવરી અને માનસિકતામાં પણ પ્રતીતિ સાથે સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નીતિ બદલાય પરંતુ પ્રક્રિયાઓ અને માનસિકતા સમાન રહે, તો સુધારા માત્ર કાગળ પર જ રહે છે, તેથી જ તેમની સરકારે સમગ્ર સિસ્ટમને બદલવા માટે કામ કર્યું છે. મોદીએ પ્રક્રિયા સુધારાઓ પર વિગતવાર વાત કરી, કેબિનેટ નોટ્સનું ઉદાહરણ ટાંક્યું, જેને તૈયાર કરવામાં અગાઉ અઠવાડિયા કે મહિનાઓ લાગતા હતા, જેનાથી વિકાસ ધીમો પડતો હતો. તેમની સરકારે નિર્ણય લેવાની પ્રક્રિયાને સમયબદ્ધ અને ટેકનોલોજી આધારિત બનાવી, એ સુનિશ્ચિત કર્યું કે ફાઈલો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ ન રહી શકે અને તેના પરિણામો આજે દેખાઈ રહ્યા છે.

રેલવે ઓવર-બ્રિજની મંજૂરીનું ઉદાહરણ ટાંકતા, જેમાં અગાઉ વર્ષો લાગતા હતા અને મલ્ટિપલ ક્લિયરન્સની જરૂર પડતી હતી, મોદીએ કહ્યું કે તેને હવે સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે, જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો છે. તેમણે સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ પ્રકાશ પાડ્યો અને યાદ કર્યું કે અગાઉ સરહદી વિસ્તારોમાં સાધારણ રસ્તા માટે પણ દિલ્હીથી પરવાનગીની જરૂર પડતી હતી, જે સ્થાનિક નિર્ણય લેવામાં અવરોધ ઉભી કરતી હતી. 2014 પછી, તેમની સરકારે સ્થાનિક વહીવટીતંત્રને સત્તા આપી, જેના પરિણામે સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એક સુધારો જેણે વૈશ્વિક પ્રભાવ પાડ્યો છે તે UPI છે, ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જે માત્ર એક એપ નથી પરંતુ નીતિ, પ્રક્રિયા અને ડિલિવરીના કન્વર્જન્સનો પુરાવો છે. તેમણે નોંધ્યું હતું કે UPI એ નાગરિકોને બેંકિંગ અને નાણાકીય લાભો આપ્યા છે જેમણે ક્યારેય આવી સેવાઓની ઍક્સેસની કલ્પના કરી નહોતી. મોદીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને જન ધન-આધાર-મોબાઈલ ટ્રિનિટી (ત્રિપુટી) મજબૂરીમાંથી નહીં પણ પ્રતીતિ (conviction) થી જન્મી છે, જે અગાઉ બાકાત રહી ગયેલા નાગરિકોને સમાવવાના વિઝન દ્વારા સંચાલિત છે. તેમણે પુષ્ટિ આપી કે આજે પણ સરકાર તે જ પ્રતીતિ સાથે આગળ વધી રહી છે.

ભારતનો નવો દૃષ્ટિકોણ બજેટમાં પણ પ્રતિબિંબિત થાય છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે અગાઉ બજેટ પરની ચર્ચાઓ માત્ર આઉટલે (ખર્ચ) પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી—કેટલા નાણાં ફાળવવામાં આવ્યા હતા, શું સસ્તું કે મોંઘું થયું, કેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી—તે જાહેરાતોના પરિણામો (outcomes) પર પ્રશ્ન કર્યા વિના. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે બજેટને આઉટલે-કેન્દ્રીત સાથે આઉટકમ-કેન્દ્રીત બનાવ્યું છે. મોદીએ બજેટમાં અન્ય એક મોટો ફેરફાર નોંધતા જણાવ્યું કે 2014 પહેલા ઓફ-બજેટ ઉધાર ચર્ચાઓમાં પ્રભુત્વ ધરાવતું હતું, જ્યારે હવે ઓફ-બજેટ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે બજેટની બહારના સુધારાઓ યાદ કર્યા જેમ કે નેક્સ્ટ જનરેશન GST, પ્લાનિંગ કમિશનને બદલે નીતિ આયોગની રચના, આર્ટિકલ 370 નાબૂદ કરવી, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો અને નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે તેની બહાર, રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે માત્ર પાછલા વર્ષમાં જ બંદરો અને દરિયાઈ ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા હતા, શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે પહેલ કરવામાં આવી હતી, જન વિશ્વાસ એક્ટ હેઠળ સુધારાઓ આગળ વધારવામાં આવ્યા હતા, ઊર્જા સુરક્ષા માટે SHANTI એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, શ્રમ કાયદાના સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા, ભારતીય ન્યાય સંહિતા લાવવામાં આવી હતી, વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા હતા અને ગ્રામીણ રોજગારી પેદા કરવા માટે નવું વિકસિત ભારત G RAM G બિલ ઘડવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આખું વર્ષ આવા અનેક સુધારાઓ સતત હાથ ધરવામાં આવ્યા છે.

વધુ વાંચોઃ પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code