1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એકતાનગર ખાતે નેશનલ ટેક્ષ કોન્ફરન્સ “TAXCON”નો પ્રારંભ, અંદાજે 300 જેટલા લોકો સેમિનારમાં સહભાગી થયા
એકતાનગર ખાતે નેશનલ ટેક્ષ કોન્ફરન્સ “TAXCON”નો પ્રારંભ, અંદાજે 300 જેટલા લોકો સેમિનારમાં સહભાગી થયા

એકતાનગર ખાતે નેશનલ ટેક્ષ કોન્ફરન્સ “TAXCON”નો પ્રારંભ, અંદાજે 300 જેટલા લોકો સેમિનારમાં સહભાગી થયા

0
Social Share

અમદાવાદઃ ટેક્ષનું કામકાજ કરતા સમયે ઉદભવતા પ્રશ્નો તેમજ મુંઝવણનું નિરાકરણ તેમજ સમજૂતી માર્ગદર્શન આપવા બાબતે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર-કેવડિયા ખાતે ધ ફન સરદાર સરોવર રિસોર્ટ ખાતે બે દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ “TAXCON” નું આયોજન તા. 29 અને 30મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ સેમિનારનું સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયમૂર્તિ રાજેશભાઈ બિંદાલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ગુજરાત હાઈકોર્ટના જજ ભાર્ગવભાઈ કારીયા અને ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ(વેસ્ટઝોન), તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેક્સ એડવોકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ટેક્સને લગતા નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ જજ રાજેશ બિંદાલે ગુજરાતનો આતિથ્યભાવ- ભોજન અને વાનગીઓનો સ્વાદ પણ સારો છે તેમ કહ્યું હતું. ગત વર્ષે કેવડિયા ખાતે કોન્ફરન્સમાં અમે આવ્યા હતા તે વખતનો અનુભવ સુંદર અને યાદગાર રહ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબને યાદ કરી ઐતિહાસિક બાબતોને યાદ કરી સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણમાં જે રજવાડાઓને એકત્રિક કર્યા તે અભૂતપૂર્વ ઘટના છે. અને કેવડિયા ખાતે 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા એકતા-ભાઈચારા-અખંડિતતાના દર્શન કરાવે છે. પ્રવાસન સ્થળ તરીકે સુંદર છે. ગુજરાતનો વિકાસ પણ ઝડપી અને અસરકારક છે. આ પ્રસંગે સેમિનારને સંબોધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈન્કમટેક્ષ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ તેમજ ઈનડાયરેક્ટ ટેક્ષ(જીએસટી)માં મુંઝવણ અને નિરાકરણ બાબતે શિબિરાર્થીઓને ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ભાર્ગવભાઈ કારીયાએ સૌને આવકારી અહીં બે દિવસીય ચિંતન મનન અને નિષ્કર્ષ ઉપર કામ કરવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા અને “ટેક્ષકોન” બાબતે પ્રાસંગિક ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. આયોજકો દ્વારા બંને ન્યાયમૂર્તિઓને પૂજ્ય ગાંધીજીનો પ્રિય ચરખો અને સરદાર સાહેબની પ્રતિમા અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિરેક્ટરી અર્પણ કરાઈ હતી.

ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ ઘીયાએ જણાવ્યું કે, એકતાનગર-કેવડિયામાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં ઈન્કમટેક્સ અને જીએસટીના વિષયો ઉપર ચર્ચા કરાશે. ખાસ કરીને જીએસટીમાં જે રોજિંદા ફેરફારો આવી રહ્યા છે, તેનાથી શું પરિવર્તન આવશે અને કેવી અસરો થશે તેના ઉપર દેશભરમાંથી આવેલા વિષય નિષ્ણાંતો દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. જીએસટીમાં આવતા નવા ફેરફારોનું જમાપાસું અને તેના અમલીકરણમાં શું ધ્યાન રાખવું તેની પણ ચર્ચાઓ થશે. જીએસટી અને ઈન્કમટેક્ષના જટીલ વિષયો ઉપર ભાર વધુ મૂકવામાં આવશે તેમજ ફેડરેશનના સભ્યોને મૂંઝવતા પ્રશ્નો અહીં રજૂ થશે. જેનું નિષ્ણાંતો દ્વારા નિવારણ સાથે યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. ઈન્કમટેક્ષ-જીએસટીના અમલીકરમાં વધુ પડતી મૂંઝવણો જણાય તો તેનું એક પ્રેઝન્ટેશન બનાવીને પેપરવર્ક કરી સરકારમાં વિચારણા માટે મોકલવામાં આવશે. જેથી સમગ્ર ભારતમાં જીએસટી-ઈન્કમટેક્ષના અમલીકરણમાં સરળતા ઊભી કરી શકાય તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું.

એકતાનગર ખાતે યોજાયેલી નેશનલ કોન્ફરન્સના ચેરમેનશ્રી અને ટેક્સ એડવોકેટ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું કે, ઈન્કમટેક્ષ અને જીએસટીના અમલીકરણને ધ્યાનમાં રાખીને સમયાંતરે આખા દેશમાં આવી રીતે કોન્ફરન્સ કરતા રહીએ છીએ. જેમાં રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ટેક્સ પ્રેક્ટિસનર્સને પડતી કાયદાની વિસંગતતાઓ અને તેના નિવારણ માટે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ દ્વારા કાયદાકીય માર્ગદર્શન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા નિષ્ણાંત ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી પ્રેક્ટિસનર્સની સમસ્યાઓના નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code