
IPL 2024: RCB પ્લેઓફની રેસમાં યથાવત, પંજાબને 60 રનથી આપ્યો પરાજ્ય
નવી દિલ્હીઃ આઈપીએલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે બીજી તરફ આઈપીએલની ટીમોમાં પ્લેઓફ માટે રેસ લાગી છે બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જીતનો સીલસીલો યથાવત રાખી છે અને હજુ પ્લેઓફ માટે આશાજીવીત રાખી છે. પંજાબ સામેની મેચમાં બેંગ્લોરની ટીમ મોટા રનમાર્જીનથી જીત મેળવી હતી. આમ હવે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આરસીબીની જીતમાં કિંગ કોહલી ફરી એકવાર ઝળક્યો હતો.
વિરાટે 92 રન બનાવીને ટીમને મજબુત સ્થિતિમાં પહોંચી દીધું હતું. વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો હતો. આરસીબીએ 20 ઓવરમાં 241 રનનો પહાડ ઉભો કર્યો હતો. આમ પંજાબને 242નો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ તરફતી રિલે રુસો બેટીંગ કરતો હતો ત્યારે પંજાબની જીત થવાની આશા હતી. જો કે, રિલે રુસોની વિકેટ પડ્યાં બાદ પંજાબની ટીમ 181 રન બનાવી શકી હતી.
ધર્મશાલામાં રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું અને આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી. જોકે, RCB સામેની આ હાર પંજાબ માટે ભારે સાબિત થઈ છે કારણ કે આ ટીમ હવે IPL પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. પંજાબે 12માંથી માત્ર 4 મેચ જીતી છે. જ્યારે RCBએ 12 મેચમાં પાંચમી જીત નોંધાવી છે. RCB હજુ પણ પ્લેઓફની રેસમાં છે. RCBની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 47 બોલમાં 92 રનની અણનમ ઈનિંગ રમી. વિરાટે 6 સિક્સર અને 7 ફોર ફટકારી અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 200ની આસપાસ હતો.
તેના સિવાય રજત પાટીદારે પણ 23 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ 6 સિક્સર પણ ફટકારી હતી. કેમરૂન ગ્રીએ 27 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી રિલે રુસોએ 27 બોલમાં 61 રન અને શશાંક સિંહે 19 બોલમાં 37 રન બનાવીને કેટલાક પ્રયાસો કર્યા હતા પરંતુ અંતે આ ખેલાડીઓ પણ RCBના બોલરોના શિકાર બન્યા હતા.