Homeગુજરાતીનેપાળમાં ચોરી-લૂંટની ઘટનાઓ વધી, પૂરમાં તણાઈ આવેલી તિજોરીમાંથી 93 લાખની લૂંટ

નેપાળમાં ચોરી-લૂંટની ઘટનાઓ વધી, પૂરમાં તણાઈ આવેલી તિજોરીમાંથી 93 લાખની લૂંટ

કાઠમાંડુ, 29 ઓગસ્ટ 2026: નેપાળમાં વિનાશક પૂરે સર્જેલી તબાહી વચ્ચે એક તરફ લોકો જીવ બચાવવા અને નુકસાનમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ માનવતાને શરમમાં મૂકતી અને ‘આપદામાં અવસર’ શોધવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. પૂરમાં તણાઈને આવેલા નાણાં અને મૃતદેહમાંથી દાગીના લૂંટવાની ઘટનાઓમાં પોલીસે કડક કાર્યવાહી કરી કુલ 31 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોટેકોશી વિસ્તારમાં આવેલા ભયાનક પૂરમાં એક તિજોરી તણાઈને ધાડિંગ જિલ્લાના ગલછી ગ્રામીણ નગરપાલિકા-4 ના બેલખુખોલા પાસે ત્રિશુળી નદીના કિનારે આવી પહોંચી હતી. સ્થાનિક લોકોને આ તિજોરી મળતા જ તેમણે કાયદો હાથમાં લઈને તિજોરી તોડી નાખી હતી અને અંદર રહેલી જંગી રકમ લૂંટી લીધી હતી. આ માહિતી મળતા જ પોલીસની ટીએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને દરોડા પાડીને 29 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 92,68,505 રોકડા જપ્ત કર્યા છે. આ તમામ આરોપીઓ ગલછી, આદમઘાટ, ચિતવન અને પરસા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ નાણાંના વાસ્તવિક માલિક અને સ્ત્રોત તેમજ આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી रही છે.

  • માનવતા શરમજનક: મૃતદેહ પરથી સોનાની બુટ્ટી ચોરનાર બે ઝડપાયા

આપદા વચ્ચેની ક્રૂરતાની અન્ય એક ઘટના નારાયણી નદીમાંથી સામે આવી છે, જ્યાં પૂરમાં તણાઈને આવેલી એક મૃત મહિલાના શબમાંથી સોનાની બુટ્ટી ચોરી લેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે રોષ ફેલાયો હતો. વીડિયોના આધારે પોલીસે સક્રિયતા દાખવીને મૃતદેહ સાથે અમાનવીય કૃત્ય કરનાર **બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular