
વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
- વજન ઘટાડવા માટે ડાયટની રાખો સંભાળ
- ડાયટમાં ગોળ અને કિસમિસને કરો સામેલ
- ગોળ-કિસમિસ અનેક પોષક તત્વોથી ભરપૂર
વજન ઘટાડવા માટે ડાયટની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમે સ્વસ્થ અને ફીટ રહો છે. વજન ઓછું કરવા માટે તમે ઘણા પ્રકારનાં ખોરાકનો ઉપયોગ કરો છો. તેમાં સ્મુધિથી લઈને પ્રોટીન બાર સુધીની દરેક વસ્તુ સામેલ છે. જો કે, તમે તેમાં ગોળ અને કિસમિસ પણ સામેલ કરી શકો છો.
ગોળ
વજન ઘટાડવા દરમિયાન રિફાઇંડ ફૂડસના સેવનને ઓછો કરવો જોઇએ. તેમાં ખાંડ પણ સામેલ છે.ખાંડમાં કેલરી અને શૂન્ય પોષક તત્વો વધારે હોય છે. તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો. ગોળ કુદરતી રીતે મધુર અને હેલ્ધી છે.
ગોળના ફાયદા
ગોળ મિનરલથી ભરપૂર છે અને તેમાં ખાંડની તુલનામાં ઓછી કેલરી હોય છે. મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, આયર્ન અને ઝિંકથી ભરપૂર ગોળ એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. 20 ગ્રામ ગોળમાં લગભગ 38 કેલરી હોય છે.
કિસમિસ
ભૂખને કંટ્રોલ કરવા માટે સુકો મેવો એક સારો વિકલ્પ છે. તેમાં કિસમિસ પણ સામેલ છે. તે કુદરતી રીતે મીઠી હોય છે. તે આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
કિસમિસના ફાયદા
કિસમિસ તમને કેલરીની સંખ્યામાં વધારો કર્યા વિના મીઠાઇ માટેની તમારી તૃષ્ણા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા બ્લડ સુગરનું સ્તર વધારતું નથી. વિટામિન બી, વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોવાથી કિસમિસ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં અને એનિમિયાને રોકવામાં મદદ કરે છે. તેમાં ફાઇબરની માત્રા પણ વધુ છે અને કબજિયાતને રોકવામાં મદદ કરી શકે છે.