Site icon Revoi.in

ઈન્કમટેક્સનો નવો કાયદો 1લી એપ્રિલથી અમલમાં આવશે, નાણામંત્રીએ કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી,1 ફેબ્રુઆરી 2026કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કરતા જાહેરાત કરી હતી કે, દેશમાં આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. જેમાં અઘોષિત આવકની મર્યાદા વધારીને 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દેશમાં આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. નવા આઈટી કાયદા અંતર્ગત આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે. આ કાયદામાં ટેકનિકલ ભૂલો માટે દંડને દંડથી બદલવાનો પ્રસ્તાવ છે. નાના કર ગુનાઓ પર જ દંડ લાગશે. વિદેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે. વિદેશ મુસાફરી માટે TCS દર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ કાયદામાં અઘોષિત આવકને ₹1 કરોડ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે.

                                               નવા આવકવેરા કાયદાની હાઈલાઈટ્સ

આવકવેરાની ગણતરી માટે વ્યક્તિની તમામ સ્ત્રોતની આવક ધ્યાનમાં લેવાય છે, જેમાં પગાર, પ્રોપર્ટીનું ભાડું, હોમ લોનનું વ્યાજ, શેરબજારનો નફો અને મિલકતની ખરીદ-વેચાણની આવકનો સમાવેશ થાય છે.

Exit mobile version