Site icon Revoi.in

ગુજરાતમાં ધૂળેટીના પર્વના દિને ઈમરજન્સીના કેસમાં વધારો, અમદાવાદ અને સુરત મોખરે

Social Share

અમદાવાદ, 05 માર્ચ 2026Increase in emergency cases due to Dhuleti festival  ગુજરાતભરમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન ઈમરજન્સીના કેસ વધતા હોય છે. ત્યારે ધૂળેટીના દિને સાંજના 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડાઓ મુજબ, રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે.જેમાં અરવલ્લી અને સુરત શહેર-જિલ્લો મોખરે રહ્યા હતા.

108 ઈમરજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં સામાન્ય દિવસોમાં સરેરાશ ઈમરજન્સીના 3,266 કેસો નોંધાતા હોય છે, જેની સરખામણીએ ધૂળેટીના દિને 530 વધુ કેસો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ 16.22% નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો સાથે યાદીમાં મોખરે છે. જ્યારે સુરતમાં કેસોમાં ધરખમ 50.93%નો વધારો નોંધાયો છે (કુલ 455 કેસ). અરવલ્લીમાં ટકાવારીની દ્રષ્ટિએ અરવલ્લીમાં સૌથી વધુ 63.39%નો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, મોરબી, તાપી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. જ્યારે જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસો કરતા કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઈમરજન્સીને કારણે આ આંકડો વધ્યો હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો નોંધાયા છે, જ્યારે સુરતમાં 455 અને વડોદરામાં 195 કેસો નોંધાયા છે. રાજકોટમાં 191, દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસો સામે આવ્યા છે. ભાવનગરમાં આ આંકડો 110 રહ્યો છે, જ્યારે જામનગરમાં 104 અને ગાંધીનગરમાં 94 કેસો નોંધાયા છે. પંચમહાલમાં 88, તેમજ તાપી અને છોટાઉદેપુર બંને જિલ્લામાં 87-87 કેસો નોંધાયા છે. ભરૂચમાં 86, ખેડામાં 84 અને મોરબીમાં 83 કેસો નોંધાયા છે. તે જ રીતે અમરેલીમાં 80, બનાસકાંઠામાં 79, મહેસાણામાં 78, જૂનાગઢમાં 76 અને સાબરકાંઠામાં 75 કેસોની એન્ટ્રી થઈ છે. આણંદમાં 66, દેવભૂમિ દ્વારકામાં 62 અને અરવલ્લીમાં 61 કેસો નોંધાયા છે. જ્યારે નવસારીમાં 60, જ્યારે મહીસાગર અને નર્મદામાં 57-57 કેસો નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 54, પાટણમાં 47, ડાંગ અને પોરબંદરમાં 44-44 કેસો નોંધાયા છે. ગીર સોમનાથમાં 38 અને બોટાદમાં સૌથી ઓછા 23 ઈમરજન્સી કેસો નોંધાયા છે.

Exit mobile version