1. Home
  2. ગુજરાતી
  3. નવાબ મલિકની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા
નવાબ મલિકની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

નવાબ મલિકની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મનિલેન્ડરીંગ સહિતના ગંભીર ગુનામાં ઝડપાયેલા પકડાયેલા મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સામે ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, એવા પ્રથમદર્શી પુરાવા છે મલિક મની લોન્ડરિંગ અને કુર્લા સ્થિત ગોવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવાના ગુનાહિત કાવતરામાં સીધા અને ઈરાદાપૂર્વક સામેલ હોવાનું જાણવા મળે છે.

વિશેષ ન્યાયાધીશ રાહુલ એન રોકડેએ તેમના નિર્દેશમાં જણાવ્યું હતું કે મલિકે ડી-કંપનીના સભ્યો એટલે કે હસીના પારકર, સલીમ પટેલ અને સરદાર ખાન સાથે મળીને મુનીરા પ્લમ્બરની મુખ્ય સંપત્તિ હડપ કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આનાથી સંબંધિત પ્રથમદર્શી પુરાવા છે કે આરોપીઓ મની લોન્ડરિંગના ગુનામાં પ્રત્યક્ષ અને જાણીજોઈને સામેલ છે, તેથી તેઓ પીએમએલએની કલમ 3 અને કલમ 4 હેઠળ આરોપી છે.

મલિક વિરુદ્ધ EDની ચાર્જશીટમાં જણાવાયું છે કે, મલિકે સર્વેયર દ્વારા ગોવાલા પરિસરમાં ગેરકાયદેસર ભાડૂતોનો સર્વે કર્યો હતો અને સર્વેયર સાથે સંકલન કરવા સરદાર શાહવલી ખાનની મદદ લીધી હતી. EDએ તેની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, મલિકે કમ્પાઉન્ડ કબજે કરવા માટે હસીના પારકર અને સરદાર ખાન સાથે ઘણી બેઠકો કરી હતી.

ઈડીએ સરદાર ખાનના નિવેદનને પણ ચાર્જશીટનો એક ભાગ બનાવ્યો છે જેમાં સરદારે કહ્યું છે કે મુનીરા પ્લમ્બર માટે ગોવાનવાલા કમ્પાઉન્ડનું ભાડું તેનો ભાઈ રહેમાન લેતો હતો. નવાબ મલિકે કથિત રીતે તેના ભાઈ અસલમ મલિક દ્વારા ગોવાલા પરિસરમાં “કુર્લા જનરલ સ્ટોર” પર કબજો કર્યો હતો. ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે 1992ના પૂર બાદ સ્ટોર બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં અસલમના નામે તેની ભાડુઆતને નિયમિત કરવામાં આવી હતી.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code