1. Home
  2. ગુજરાતી
  3. આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના ટ્રેલરની રિલીઝ ટેડ આવી સામે -જાણો ક્યારે જોવા મળશે ટ્રેલર
આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના ટ્રેલરની રિલીઝ ટેડ આવી સામે -જાણો ક્યારે જોવા મળશે ટ્રેલર

આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના ટ્રેલરની રિલીઝ ટેડ આવી સામે -જાણો ક્યારે જોવા મળશે ટ્રેલર

0
Social Share
  • આમિર ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે લાલસિંહ ચઢ્ઢા
  • 29 મેના રોજ ટ્રેલર લોંચ થશે

મુંબઈઃ- બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાને લઈને ખબરોમાં જોવા મળે છે,ત્યારે હવે આ ફિલ્મના ટ્રેલરને લઈને એક સમાચાર સામે આવ્યા છે,જે પ્રમાણે ટ્રેલ કર્યારે રિલીઝ થશે તે માહિતી આપવામાં આવી છે.

 

લાંબા સમયથી ફિલ્મ  રિલીઝ થવાની રાહ વચ્ચે ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે. આવી સ્થિતિમાં, ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મનું ટ્રેલર IPLના અંતિમ દિવસે લોન્ચ કરવામાં આવશે.4

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર 29 મેના રોજ, IPL ફિનાલેના દિવસે લોન્ચ કરવામાં આવશે. IPL. ફિલ્મની ઉત્તેજના જોઈને, આમિર ખાન સ્ટારર ફિલ્મના નિર્માતાઓએ આ દિવસે તેમની ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે. સિનેમા અને ક્રિકેટના ચાહકો માટે આ ખૂબ જ આનંદની વાત છે.

ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા વિશે વાત કરીએ તો, આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આમિર ફરી એકવાર તેની 3 ઈડિયટ્સ કો-સ્ટાર કરીના કપૂર ખાન અને મોના સિંહ સાથે જોવા મળશે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code