
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણે બે બાળવાઘને જન્મ આપ્યો, બાળવાઘની સંખ્યામાં વધી
રાજકોટઃ શહેરના મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને 3 સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ કાવેરી છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાના અંતે વહેલી સવારના સમયે બે વાઘ બાળનો જન્મ થયો હતો. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 13 સફેદ વાઘ બાળનો છે. અગાઉ ગાયત્રી નામની વાઘણે 10 બચ્ચાંને જન્મ આપ્યો હતો. જ્યારે યશોધરા નામની વાઘણે 1 બચ્ચાંને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ કાવેરી નામની વાઘણે બે બચ્ચાંને જન્મ આપતા શફેદ વાળ વાઘની સંખ્યા 13 પર પહોંચી છે.
રાજકોટના પ્રદ્યુમન પાર્કના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ગાયત્રી નામની વાઘણ 10 બચ્ચાને જન્મ આપ્યો હતો અને તેના દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવે છે. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.06/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ થયો હતો. નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.15/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્મ થયો હતો ત્યારબાદ નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-2, માદા-2)નો જન્મ થયો હતો. અને તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/05/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્મ થયો હતો. ત્યારબાદ કાવેરી નામની વાઘણે પણ બે બે બાળવાઘને જન્મ આપ્યો છે. વાઘ પરિવારને રાજકોટનું વાતાવરણ માફક આવી ગયું છે.