1. Home
  2. ગુજરાતી
  3. વિદેશી રોકાણકારોનો ભારત પર વધતો જતો વિશ્વાસ-નવેમ્બર મહિના દરમિયાન 31 હજાર કરોડથી પણ વધુના શેરમાં કર્યું રોકાણ
વિદેશી રોકાણકારોનો ભારત પર વધતો જતો વિશ્વાસ-નવેમ્બર મહિના દરમિયાન 31 હજાર કરોડથી પણ વધુના શેરમાં કર્યું રોકાણ

વિદેશી રોકાણકારોનો ભારત પર વધતો જતો વિશ્વાસ-નવેમ્બર મહિના દરમિયાન 31 હજાર કરોડથી પણ વધુના શેરમાં કર્યું રોકાણ

0
Social Share
  • ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ
  • 31 હજાર કરોડથી વધુનું કર્યું રોકાણ

દિલ્હીઃ- ભારતીય શેર બજારમાં હવે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધતો જોવા મળ્યો છે,વિતેલા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો BSE સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આ સાથે ભારતીય શેરબજારમાં ફરી એકવાર વિદેશી રોકાણકારોનું વળતર સ્પષ્ટ જોઈ શકાય છે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ચાલુિ મહિના નવેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશીરોકાણ કારોએ શેરબજારમાં 31,630 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ બાબતને લઈને નિષ્ણામતોનું કહેવું છે તે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તેમના શેર વેચ્યા પછી, આગળ જતા FPIs દ્વારા મોટા વેચાણની કોઈ શક્યતા નથી. વ્યાજદરમાં આક્રમક વધારો, ફુગાવામાં નરમાઈ, અપેક્ષિત યુએસ મેક્રો ઈકોનોમિક ડેટા કરતાં વધુ સારા અને ભારતીય અર્થતંત્રની લડાઈની સંભાવનાને કારણે FPIs ભારતીય શેરોમાં પોતાનું રોકાણ કરતા જોવા મળી રહ્યા છે,નજીકના ભવિષ્યમાં FPI વલણ અસ્થિર રહી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં FPIએ સ્ટોકમાંથી રૂ. 1.37 લાખ કરોડ ઉપાડી લીધા છે.

મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજરના જણઆવ્યા પ્રમાણે નવેમ્બરમાં FPI ફ્લો વધવાનું કારણ શેરબજારોમાં વધારો, ભારતીય અર્થતંત્ર અને રૂપિયાની સ્થિરતા છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં, FPIs એ ડેટ અથવા બોન્ડ માર્કેટમાંથી રૂ. 2,300 કરોડ પાછા ખેંચ્યા છે. ભારત ઉપરાંત ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા, તાઈવાન અને થાઈલેન્ડના બજારોમાં પણ આ મહિને FPIનો પ્રવાહ ઉત્તમ રહ્યો છે.

ડિપોઝિટરી ડેટા અનુસાર, 1 થી 25 નવેમ્બર દરમિયાન, FPIsએ શેર્સમાં ચોખ્ખી રૂ. 31,630 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ ઓક્ટોબરમાં તેણે રૂ. 8 કરોડ અને સપ્ટેમ્બરમાં રૂ. 7,624 કરોડ ઉપાડી લીધા હતા. FPIs ઓગસ્ટમાં રૂ. 51,200 કરોડના ચોખ્ખા વેચાણકર્તા હતા. અને જુલાઈમાં તેણે રૂ. 5,000 કરોડના શેર લીધા  હતા. અગાઉ, ઑક્ટોબર 2021 થી, FPIsનું સતત નવ મહિના સુધી વેચાણ કરવામાં આવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code