1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,
અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

અમદાવાદના એરપોર્ટ પર વધતો જતો પ્રવાસી ટ્રાફિક, એક વર્ષમાં કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા,

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટે પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ પ્રવાસીઓને સેવા આપવાનો રેકોર્ડ સર્જાયો છે. અગાઉ, 2019-20માં સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જ્યારે છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. સાથે જ 88 હજારથી વધુ ફ્લાઈટ્સએ  લેન્ડિંગ-ટેકઓફ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો કર્યો છે.

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાના 25મી માર્ચ સુધીમાં ગયા વર્ષની સરખામણીએ 14%ની વૃદ્ધિ સાથે 1,15,87,899 પ્રવાસીઓને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે.  જ્યારે વર્ષ દરમિયાન  88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું. આમ પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપૂર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા નવા સુધારા અને કનેક્ટિવિટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે.

સરદાર પટેલ એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવિએશન(G.A.) ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી-20, યુ-20 અને વર્લ્ડકપ મેચ જેવી મુખ્ય ઇવેન્ટ્સ અમદાવાદ ખાતે આવતાં વીવીઆઈપી મહેમાનોને ઉત્તમ સુવિધા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સરદાર પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓની માળખાગત સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઝડપી બોર્ડિંગ એક્સેસ માટે ટર્મિનલ 1 (T-1) પર શરૂ કરાયેલા ડિજિ યાત્રાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને પીક અવર્સમાં તે ખૂબ ઉપયોગી નીવડે છે. ઉપરાંત ફોરકોર્ટ વિસ્તાર વધુ છૂટક અને ખાણી-પીણીના વિકલ્પો સાથે તમામ નવા અરાઈવલ પ્લાઝા મુસાફરોને લેવા-મૂકવા આવતા પેસેન્જર્સના સંબંધીઓની જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે. ઇન્ટરનેશનલ ટર્મિનલ (T-2)ના આધુનિકીરણ સાથે મોટા સુધારાઓ કરાયા છે, જેમાં નવા આગમન અને પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તાર સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર ફેસિલિટી અંતર્ગત આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા પ્રવાસીઓ  સરળતાથી ફ્લાઈટ્સ ટ્રાન્સફર કરી શકે છે. આ બહોળો વિસ્તાર એક્સ-રે મશીનો તેમજ મુસાફરોની સિક્યોરિટી ચેક લેનમાં પ્રતીક્ષા સમય ઘટાડી સુવિધામાં વધારો કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code