
સંરક્ષણ ક્ષેત્રે ભારતને મળી વધુ એક સફળતા- અગ્નિ 4 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ
- સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ એક સફળતા પ્રાપ્ત
- અગ્નિ 4 મિસાઈલનું સફળ પરિક્ષણ
દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ મજબૂત બની રહી છે,કેન્દ્રના અથાગ પ્રયત્નો હેઠળ તથા આત્મનિર્ભર ભઆરત હેઠળ અનેક રીતે સેનાઓની જરુરિયાતો દેશમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થાો કરાઈ છે ત્યારે હવે વધુ એક સફળ મિસાઈલનું ભારતીય સેનાએ સફળ પરિક્ષણ કર્યું છે
‘એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી સાંજે 7.30 વાગ્યાની આસપાસ મિસાઇલ લોંચ કરવામાં આવી હતી.’ સરકારનું કહેવું છે કે આ ટેસ્ટમાં તમામ પરિમાણોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સિસ્ટમનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મળતી જાણકારી પ્રમાણે આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠેથી કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિસાઇલનું પરીક્ષણ ટ્રેનિગં લોંચ હેઠળ પના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
માહિતી પ્રમાણે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલના સફળ પરીક્ષણ પછી હવે ભારતની સૈન્ય તાકાતમાંઓર વધારો થશે, આ પરમાણુ સંચાલિત મિસાઈલ 4 હજાર કિલોમીટરના અંતર સુધી વાર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.
જાણો મિસાઈલની ખાસિયતો
ઉલ્લેખનીય છે કે આ અગ્નિ શ્રેણીની આ 4થી મિસાઈલ છે. અગાઉ તે અગ્નિ II પ્રાઇમ તરીકે ઓળખાતી હતી.
ડીઆરજીઓ દ્રારા તેને વિકસાવામાં આવી છે. અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે.
આ મિસાઈલનું કુલ વજન 17 હજાર કિલોમીટર છે અને લંબાઈ 20 મીટર છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે.
આ મિસાઈલમાં ઘણા આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે, જેમાં ઈન્ર્શિયલ નેવિગેશન સિસ્ટમ પણ સામેલ છે.
મિસાઈલને 900 મીટરની ઉંચાઈ સુધી મોકલી શકાય છે.