નવી દિલ્હી, 1 માર્ચ 2026: India cancels all flights to Middle East till March 28th અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈનું મોત થતાં જ મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન ટકરાતા ચાર લોકો ઘવાયા છે. દરમિયાન સલામતીને લીધે દુબઈ એરસ્પેસ બંધ કરાતા તેની અસર ભારત પર જોવા મળી છે. ઈરાન એરસ્પેસ પરના પ્રતિબંધો વચ્ચે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ભારતે પશ્ચિમ એશિયા એરસ્પેસ પરના પ્રતિબંધોને કારણે 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. દુબઈ દરરોજ 2000 થી વધુ ફ્લાઈટ્સ હેન્ડલ કરે છે. ગલ્ફ રિજન એશિયા-યુરોપ-આફ્રિકા-નોર્થ અમેરિકાને જોડતો એક મહત્વપૂર્ણ એવિએશન કોરિડોર છે. ઈન્ડિગોએ અલ્માટી, બાકુ, તાશ્કંદ, ત્બિલિસીની ફ્લાઈટ્સ રદ કરી છે. આ સસ્પેન્શન 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે.
આજે રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા ચાલુ છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. દરમિયાન દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન ટકરાતા ચાર લોકો ઘવાયા છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાયેલી છે. તેના પિતા પીવી રમનાએ જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ સિંધુની સંભાળ રાખી રહ્યું છે અને તેના માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંધુ ઉપરાંત, અભિનેત્રી સોનલ ચૌહાણ પણ દુબઈમાં ફસાયેલી છે. તેમણે એક X-પોસ્ટમાં પીએમ મોદી પાસે મદદ માંગી છે. આ દરમિયાન, મુસાફરો 20 કલાકથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. મુસાફરોએ દિલ્હી અને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ રાત વિતાવી હતી. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અને ઉત્તર પ્રદેશના લખનઉમાં ખામેનીના મોત સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
ઇરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા વચ્ચે દુબઈની પ્રખ્યાત અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો કરાયો છે. હુમલા બાદ દુબઈના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંથી આવતી-જતી તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરી દેવામાં આવી છે. ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે, જેની અસર દુબઈથી લઈને ભારત સુધી જોવા મળી રહી છે. દુબઈની પ્રખ્યાત ઇમારત બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો થયો. આ ઉપરાંત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મિસાઈલ એટેક થયો છે. જેમાં 4 લોકો ઘાયલ થયાના અહેવાલો મળી રહ્યા છે.

