Site icon Revoi.in

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન જનારી શીખ યાત્રા ભારતે રદ કરી

Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે નવેમ્બર 2025માં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના અવસર પર પાકિસ્તાન જવા નીકળનારા શીખ યાત્રાળુઓની યાત્રા રદ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોને સૂચના આપી છે કે તેઓ હવે આ યાત્રા માટેની અરજીઓની પ્રક્રિયા બંધ કરે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે અને પાકિસ્તાનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ફરજિયાત બન્યું છે.

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ માટે દર વર્ષે મોટી સંખ્યામાં શીખ યાત્રાળુઓ પાકિસ્તાન જાય છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે અગાઉ પણ આવા ધાર્મિક કાફલાઓ રદ થતા રહ્યા છે.

તાજેતરમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ નિમિત્તે પાકિસ્તાન જવા નિકળનારા શીખ યાત્રાળુઓના જૂથને પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થગિત કર્યું હતું. સરકારના આ નિર્ણયથી શીખ સમુદાયમાં નિરાશા છવાઈ હોવા છતાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે યાત્રાળુઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

Exit mobile version