
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, વેઇટલિફટીંગમાં મીરાબાઇ ચાનુએ બાજી મારી
બર્મિંગહામઃ મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2022નો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને તેની સાથે જ બર્મિંગહામમાં ભારતની સુવર્ણ યાત્રા પણ શરૂ થઈ છે. આ પહેલા શનિવારે વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા, પરંતુ ચાનુએ મોડી સાંજે ભારતની બેગમાં ગોલ્ડ નાખ્યો હતો. ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 201 કિગ્રા વજન ઉઠાવીને રેકોર્ડ સાથે ખિતાબ જીત્યો હતો
બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં શનિવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.
મીરાબાઈએ પોતાના પ્રથમ સ્નેચ પ્રયાસમાં 84 કિલો વજન ઉચક્યું હતું. જ્યારે બીજા પ્રયાસમાં તેણે ત્રણ રેકોર્ડ નોંધાવવાની સાથે 88 કિલો વજન ઉચક્યું હતું. આ મીરાબાઈનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન તો હતું જ પરંતુ સાથે સાથે તેણે નવો નેશનલ રેકોર્ડ અને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ક્લિન એન્ડ જર્કમાં પોતાના પ્રથમ પ્રયાસમાં 109 કિલો વજન ઉચક્યું હતું. જ્યારે બીજા પ્રયાસમાં તેણે 113 કિલો વજન સાથે ઉચક્યું હતું. તેણે ત્રીજા પ્રયાસમાં 115 કિલો વજન ઉચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. આ સાથે તેણે કુલ 201 કિલો વજન ઉચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ કેટેગરીમાં સ્નેચનો ગેમ્સ રેકોર્ડ પણ છે. ત્રીજા પ્રયાસમાં તેમને 90 KG ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા ન મળી.મીરાબાઈએ ક્લીન એન્ડ જર્કના પોતાના પહેલા પ્રયાસમાં 109 KG વેટ ઉઠાવ્યું અને ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો.
આ રીતે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને તેને 202 KG વજન ઉઠાવ્યું. મોરેસિયસની મેરી રનાઈવોસોવાએ 172 KG વેટની સાથે સિલ્વર અને કેનેડાની હાના કાર્મિસ્કીએ 171 KG વેટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનુ મેડલનું ખાતુ ખોલી નાખ્યુ છે. વેઇટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે શનિવારે મેન્સમાં 55 કિગ્રા કેરેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. મલેશિયાના મોહમ્મદ અનીદે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો મેન્સના 61 કિગ્રા કેટેગરીમાં ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગોલ્ડ મલેશિયાના અઝનીલ મોહમ્મદે જીત્યો જ્યારે સિલ્વર પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ જીત્યો હતો.
સંકેતે સ્નૈચના પહેલા જ પ્રયાસમાં 107 કિગ્રાનું વજન ઉઠાવ્યુ હતુ. તેણે બીજા પ્રયાસમાં 111 કિગ્રા અને ત્રીજા પ્રયાસમાં 113 કિગ્રાનુ વજન ઉઠાવ્યુ હતુ. ક્લીન એન્ડ જર્કના પહેલા જ પ્રયાસમાં સંકેતે 135 કિગ્રાનું વજન ઉઠાવી લીધુ હતુ. પરંતુ તે બીજા અને ત્રીજા પ્રયાસમાં સફળ રહ્યો નહતો. તે 248 કિગ્રા સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. મલેશિયાઇ વેઇટલિફ્ટરએ કુલ 249 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ અને માત્ર 1 કિગ્રાના અંતરથી સંકેતથી આગળ નીકળી ગયો હતો. બીજી તરફ ગુરૂરાજા પુજારીએ સ્નૈચમાં મહત્તમ 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વેઇટ ઉઠાવ્યુ હતુ. આવી રીતે તેણે કુલ 269 કિગ્રા વેઇટ ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અઝનીલ મોહમ્મદે 285 કિગ્રા સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાપુઆ ન્યૂ ગિનીના મોરિયા બારૂએ 279 કિગ્રા ઉઠાવીને બીજા સ્થાન પર રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.