Homeગુજરાતીટેકનોલોજીભારત આગામી પેઢીના 6G નેટવર્ક્સના વિકાસ માટે અમેરિકા અને અન્ય 24 દેશોના...

ભારત આગામી પેઢીના 6G નેટવર્ક્સના વિકાસ માટે અમેરિકા અને અન્ય 24 દેશોના સમૂહમાં જોડાયું

નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર 2026: ભારત, આગામી પેઢીના 6G નેટવર્ક્સના વિકાસને આકાર આપવાની પહેલમાં અમેરિકા અને અન્ય 24 દેશો સાથે જોડાયું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદા G20 ઇનોવેશન મિનિસ્ટિરિયલ દરમિયાન યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકને મળ્યા હતા, જ્યાં બંનેએ 6G ટેક્નોલોજીના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

‘X’ પરની એક પોસ્ટમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે તેમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત, આગામી પેઢીના નેટવર્ક્સ દ્વારા સુરક્ષા અંગેની સહિયારી ચિંતાઓનું નિરાકરણ લાવવા, સ્પર્ધાત્મકતા મજબૂત કરવા અને 6G ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં યુએસ અને અન્ય 24 દેશો સાથે જોડાયું છે.

આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે અમેરિકાના મિયામીમાં G20 સમિટ યોજાઈ રહી છે, જેમાં વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો.

વધુ વાંચો: કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી આપનારો આરોપી ચેન્નઈથી પકડાયો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular