Homeગુજરાતીગુજરાતગુલાબ સહિત ફુલોની આવક ઘટતા ભાવમાં 15 ટકા સુધીનો વધારો

ગુલાબ સહિત ફુલોની આવક ઘટતા ભાવમાં 15 ટકા સુધીનો વધારો

સુરત, 7 સપ્ટેમ્બર, 2026 :  Flower prices increase ગુલાબ સહિત ફુલોમાં હવામાનમાં વિપરિત અસરને લીધે ઉત્પાદનમાં ઘટાડો થતાં અમદાવાદ, સુરત સહિત યાર્ડમાં ફુલોની આવકમાં ઘટાડો થતાં ફુલોના ભાવમાં સરેરાશ 15 ટકા જેટલો વધારો થયો છે. અને ગણેશોત્સવ સહિત તહેવારો આવી રહ્યા હોવાથી હજુ પણ ફુલોના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આવક ઘટવાને લીધે સીધી અસર બજાર ભાવ પર પડી છે. ગયા વર્ષની સરખામણીએ હાલમાં તમામ પ્રકારના ફૂલોના ભાવમાં આશરે 10થી 15% જેટલો વધારો થયો છે, જેના કારણે ગણેશભક્તો અને આયોજકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.

સુરતના ફુલ બજારમાં  બજાર ભાવ પર નજર કરીએ તો હોલસેલમાં ₹150થી 180 પ્રતિ કિલો વેચાતો ગલગોટો છૂટક બજારમાં ₹250થી 380 સુધી બોલાઈ રહ્યો છે. દેશી ગુલાબનો હોલસેલ ભાવ ₹250થી 290 સામે રિટેલમાં ₹350થી 400 છે, જ્યારે સેવંતી ₹120-160 સામે ₹220-280 સુધી વેચાઈ રહી છે. સૌથી મોટો ઉછાળો મોગરામાં જોવા મળ્યો છે; હોલસેલમાં ₹200થી 250 પ્રતિ કિલો મળતો મોગરો છૂટક બજારમાં ₹400થી 500 સુધી પહોંચી ગયો છે, કારણ કે ધાર્મિક પૂજા ઉપરાંત વેણી-ગજરાની માગ પણ વધુ રહે છે.

સુરતના અશ્વિનીકુમાર રોડ સ્થિત મુખ્ય ફૂલ માર્કેટમાં તહેવારોને કારણે વહેલી સવારથી જ જથ્થાબંધ વેપારીઓ અને છૂટક ખરીદદારોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ફૂલ માર્કેટના અગ્રણી હોલસેલ વેપારી મેહુલભાઈ ટોપીવાલાના જણાવ્યા અનુસાર, સુરતના હોલસેલ બજારમાં મોટાભાગના ફૂલોનો જથ્થો પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના રતલામ સહિતના વિસ્તારોમાંથી ટ્રકો મારફતે આવે છે.  આ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ગત વર્ષની સરખામણીએ નબળી રહેતાં ફૂલોના ઉત્પાદન અને સ્થાનિક આવક પર માઠી અસર પડી છે. બજારમાં પુરવઠો ઘટ્યો હોવા છતાં તહેવારોને પગલે દૈનિક માગ યથાવત્ અથવા વધેલી રહેતાં તમામ વેરાયટીના ભાવો વધ્યા છે. હાલ માર્કેટમાં પૂજા અને શણગાર માટે ગલગોટા, દેશી ગુલાબ, મોગરો તેમજ સેવંતી સહિતના ફૂલોની ખરીદી મોટાપાયે નીકળી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular