Homeગુજરાતીગુજરાતચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા 7 દિવસના જામીન અપાયા

ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા 7 દિવસના જામીન અપાયા

અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026 :  Chaitar Vasava granted 7-day bail આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી છે. વસાવા હાલ જેલવાસ ભાગવી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતું હોવાથી ચૈતર વસાવાએ હાઈકોર્ટ સમક્ષ જામીનની માગ કરી હતી. હાઈકોર્ટે ગાંધીનગર નહીં છોડવાની શરતે 7 દિવસના જામીન મંજુર કર્યા છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક અઠવાડિયાના જામીન આપ્યા છે. જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન મંજૂર કરાયા છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉપસ્થિત રહેવા ચૈતર વસાવાએ હંગામી જામીન માંગ્યા હતા. તેઓ ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં વડોદરાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. કુલ 7 વર્ષ કેદની સજા નર્મદા કોર્ટે કરી છે.

ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે. જેમાં વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં. સાથે જ લોકો અને મીડિયાને પણ સંબોધન કરી શકશે નહીં. મીડિયા ઈન્ટરવ્યૂને લઈને કોર્ટે ખાસ ટકોર કરતા કહ્યું કે ચૈતરનો મીડિયા ઈન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. સાથે જ ચૈતરની હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં ખોટું રિપોર્ટિંગ થયાની નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતરના વકીલે આ મામલે અને કોર્ટની અન્ય શરતો પાળવા કોર્ટને બાહેંધરી આપી છે.

કોર્ટે કહ્યું હતું કે એક તરફ રાજ્ય વિધાનસભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપે અને કોર્ટમાં હંગામી જામીનનો વિરોધ કરે આવું બેવડું વલણ શા માટે? ત્યારે સરકારી વકીલે કહ્યું કે સરકારી વિધાનસભાના નિયમો મુજબ આમંત્રણ આપવું પડે.  સરકારી વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે 3 દિવસના સત્ર માટે 3 દિવસના જ જામીન આપો. કોઈ પોલિટિકલ એક્ટિવિટીમાં જોડાય નહીં, મીડિયાને સંબોધન કરે નહીં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular