અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026 : Accused who threatened to bomb court via email arrested from Chennai ગુજરાત હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ઈ-મેઈલથી ધમકી આપતા સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ હાથ ધરીને ચેન્નઈથી આરોપીને દબોચી લીધો છે. હાલ આરોપીની પૂછતાછ કરવામાં આવી રહી છે. આરોપીઓએ કયા કારણથી બોમ્બની ધમકીનો ઇમેઇલ કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અગાઉ પણ અનેક વખત હાઈકોર્ટ અને અન્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી ચૂકી છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારના ઇમેલ પર શનિવારે ઇમેઇલ આવ્યો હતો. જેમાં bomb rdx ahmedabad and surat court. આ ઇમેઇલ મળ્યા બાદ તાત્કાલિક બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. જેથી સાયબર ક્રાઈમે ખોટો ઇમેલ કરનાર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઈમની ટીમે ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ દરમિયાન ઇમેલ ચેન્નાઈથી થયો હોવાની જાણ થઈ હતી. સાયબર ક્રાઈમની ટીમ ચેન્નઈ ખાતે પહોંચી હતી ત્યાંથી ઇમેલ કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તમામ આરોપીઓને અમદાવાદ લાવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ક્યાં કારણથી ઇમેલ કર્યા હતા,અગાઉ પણ ઇમેલ આરોપીઓએ કર્યા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


