Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 9મી સપ્ટેમ્બરથી એક મહિનો રાષ્ટ્રીય પોષણ માહ યોજાશે

ગુજરાતમાં 9મી સપ્ટેમ્બરથી એક મહિનો રાષ્ટ્રીય પોષણ માહ યોજાશે

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર, 2026 : Gujarat to hold one-month National Nutrition Month રાજ્યના તમામ વર્ગો, ખાસ કરીને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણના સ્તરમાં વ્યાપક સુધારો લાવવાના ભગીરથ ઉદ્દેશ્યથી પોષણ અભિયાન અને મિશન પોષણ ૨.૦ અંતર્ગત ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નું આગામી તા. ૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરની અધ્યક્ષતામાં અને ICDS કમિશનર  રણજિત કુમાર સિંઘની ઉપસ્થિતિમાં સંલગ્ન તમામ વિભાગોના નોડલ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષ ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ ૧૩૫.૫ લાખ જેટલી રેકોર્ડબ્રેક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક યોજીને હાસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને આગામી આયોજન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન અને મહિલા-બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના કુશળ નેતૃત્વમાં આ ઝુંબેશ ચાલુ વર્ષ ૨૦૨૬માં “આપણી આંગણવાડી આપણી જવાબદારી” મુખ્ય થીમ હેઠળ યોજવામાં આવી રહી છે. સામાજિક/વર્તણૂક પરિવર્તન સંચાર અને જન આંદોલન દ્વારા પોષણ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વર્ષ ૨૦૨૬માં પાંચ થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન, સામુદાયિક માલિકી અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન-પ્રોત્સાહન તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY): માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular