1. Home
  2. ગુજરાતી
  3. ચીન સીમા પર તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે ભારત, અરુણાચલમાં તેનાત કરશે અમેરિકન તોપો
ચીન સીમા પર તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે ભારત, અરુણાચલમાં તેનાત કરશે અમેરિકન તોપો

ચીન સીમા પર તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે ભારત, અરુણાચલમાં તેનાત કરશે અમેરિકન તોપો

0
  • અરુણાચલમાં ચીન સીમા પર ભારત વધારી રહ્યું છે તોપખાનાની શક્તિ
  • અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપો કરાશે તેનાત
  • સેના લડાખ અને અરુણાચલમાં પૂર્વ સેક્ટરમાં M777 તોપોની કરશે તેનાતી

અરુણાચલ પ્રદેશમા ચીનની સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત પોતાના તોપખાનાની શક્તિ વધારી રહ્યું છે. તેના માટે અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલી M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપોની તેનાતી કરવામાં આવશે. અમેરિકા પાસેથી 145 M777 તોપોની ખરીદી કરવામાં આવી રહી છે. સેના લડાખના ઉત્તરીય સેક્ટર અને અરુણાચલ પ્રદેશના પૂર્વ સેક્ટરમાં આ તોપોની તેનાતી કરશે.

અધિકારીએ કહ્યુ છે કે પૂર્વ અરુણાચલ પ્રદેશમાં તેનાત આર્ટિલરી રેજિમેન્ટ્સને M777 ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એક અધિકારી પ્રમાણે, આ તોપોતી સેનાની શક્તિ ઘણી વધી જશે. તેને વર્ષના આખર સુધી તેનાત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં તવાંગ, કામેંગ અને વાલોંગ જેવા ક્ષેત્રોમાં આ તોપોની તેનાતી કરી શકાય છે.

ભારતે નવેમ્બર-2016માં 145 M777 તોપોની ખરીદી માટે અમેરિકા સાથે 5070 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. તેમાથી 25 તોપો સંપૂર્ણપણે તૈયાર સ્થિતિમાં આપી દેવામાં આવશે, જ્યારે બાકીની 120 તોપોનું એસેમ્બિંગ ભારતમાં મહિન્દ્ર સાથે પાર્ટનરશિપમાં થશે. અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન અને ઈરાકની જંગમાં M777નો ઉપયોગ કર્યો છે. આ તોપોથી ભારતના અરુણાચલ પ્રદેશ અને લડાખમાં પોતાની બોર્ડરને સુરક્ષિત કરવામાં મદદ મળશે. આ તોપો હેલિકોપ્ટર દ્વારા એલએસીની નજીકના વિસ્તાર સુધી લઈ જઈ શકાય છે.

બોર્ડર પર તેનાત એક અન્ય મહત્વપૂર્ણ તોપ બોફોર્સને સડકના માર્ગે તેનાતીના સ્થાન સુધી લઈ જવી પડે છે. ગત કેટલાક વર્ષોથી સેનાને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર બોફોર્સ તોપોના ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી થઈ રહી છે, કારણ કે આ ક્ષેત્રમાં સડકો પહોળી નથી. આ મુશ્કેલીથી છૂટકારો મેળવવા માટે તોપોને તેના વ્હીકલથી અલગ કરી લેવામાં આવે છે.

બોફોર્સ તોપનું તેના વ્હીકલ સાથે વજન 30થી 40 ટન હોય છે. સેના 105 એમએમ જેવા ઓછા કેલિબરની તોપોને બહાર કરી રહ છે. તેના સ્થાને વધારે મારક ક્ષમતાવાળી તોપોને લાવવામાં આવી રહી છે. સેનાએ હથિયારોની જાણકારી મેળનારા રડાર સ્વાતિને દેશમાં જ ડેવલપ કર્યું છે. તેનાથી ચીનના ક્ષેત્ર તરફથી તોપ દ્વારા થનારા ફાયરિંગની સમયસર જાણકારી મેળવવામાં મદદ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code