વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્ષમાં ગયા વર્ષની સરખામણીમાં ભારત પાછળ – 150મું સ્થાન મેળવ્યું
- વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્ષમાં દેશે 150મું સ્થાન મેળવ્યું
- પહેલીની સરખામણીમાં થોડૂ પાછળ જોવા મળ્યું
- 142 રેન્કમાંથી 150 પર પહોચ્યું
દિલ્હીઃ- ગ્લોબલ મીડિયા વોચડોગ દ્વારા મંગળવારે જારી કરાયેલા રિપોર્ટમાં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સની યાદી જાહેર કરવામાં આવીવહતી જેમાં ભારત વિતેલા વર્ષની તુલનામાં 142માં સ્થાનેથી સીઘુ 150માં સ્થાને આવી ગયું છે.આ સાથએ જ આ યાદીમાં . નેપાળ સિવાય, ભારતના અન્ય પડોશીઓએ પણ તેમની રેન્કિંગમાં ઘટાડો કર્યો છે, જેમાં પાકિસ્તાન 157માં, શ્રીલંકા 146માં, બાંગ્લાદેશ 162માં અને મ્યાનમાર 176માં સ્થાને છે, એમ રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે. આ રેન્કિંગ કુલ 180 દેશો માટે છે.
2022 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પ્રમાણે નેપાળ વૈશ્વિક રેન્કિંગમાં 76માં સ્થાને જોવા મળ્યું છે. જ્યારે ગયા વર્ષે તે 106માં હતું,જ્યારે પાકિસ્તાન 145માં, શ્રીલંકા 127માં, બાંગ્લાદેશ 152માં અને મ્યાનમાર 140માં ક્રમે હતું.
આ યાદીમાં પ્રથમ સ્થાને નોર્વે જોવા મળ્યું છે,. ડેનમાર્ક બીજા સ્થાન પર આવ્યું છે તો સાથે જ, સ્વીડન અને એસ્ટોનિયા ત્રીજા -ચોથા ક્રમે જોવા મળએ છે. અને ફિનલેન્ડ 5માં સ્થઆન પર છે.ક્જો સૌથી છેલ્લા ક્રમની વાત કરીએ તો 180 દેશો અને પ્રદેશોની યાદીમાં સૌથી નીચે છે.રિપોર્ટમાં રશિયાને 155મું સ્થાન મળ્યું છે, જે ગયા વર્ષે 150માં સ્થાને હતું, જ્યારે ચીન બે સ્થાન આગળ વધીને 175માં સ્થાને આવી ગયું છે. ગયા વર્ષે ચીન 177મા ક્રમે જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી સંસ્થાએ તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે પર, રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ અને અન્ય નવ માનવાધિકાર સંસ્થાઓ ભારતીય સત્તાવાળાઓને તેમના કામ માટે પત્રકારો અને ઑનલાઇન ટીકાકારોને નિશાન બનાવવાનું બંધ કરવા વિનંતી કરે છે.નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે “ખાસ કરીને, આતંકવાદ અને રાજદ્રોહના કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી અટકાવવી જોઈએ.


