
પાકિસ્તાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતને બોલાવ્યું નહીં, કર્યું એસસીઓ સૈન્યાભ્યાસ નિયમોનું ઉલ્લંઘન
- 9 સપ્ટેમ્બરથી રશિયામાં શરૂ થયેલો યુદ્ધભ્યાસ 23 સપ્ટેમ્બર સુધી ચાલશે
- દરરોજ એક સદસ્ય દેશ આયોજીત કરાવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ
- 12 સપ્ટેમ્બરે ભારતે ચીન, પાકિસ્તાન સહીત તમામ સદસ્ય દેશોને બોલાવ્યા હતા

રશિયામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સદસ્ય દેશોના સૈન્યાભ્યાસ દરમિયાન પાકિસ્તાને પોતાના સાંસ્કૃતિક આયોજનમાં ભારતને બોલાવ્યું નથી. સૈન્યાભ્યાસ દરમિયાન દરરોજ કોઈ એક સદસ્ય દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. રશિયામાં આયોજીત આ સૈન્યાભ્યાસ નવમી સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે.
12 સપ્ટેમ્બરે જ્યારે ભારત તરફથી સાંસ્કૃતિક આયોજન કરાવવામાં આવ્યું હતું, તો તમામ સદસ્ય દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમા પાકિસ્તાન પણ સામેલ નથી. જો કે 12 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાની સેના કવાયત માટે રશિયા પહોંચી ન હતી. માટે તે કાર્યક્રમમાં સામેલ થઈ શકી ન હતી. તો, ચીનના લેફ્ટિનેન્ટ જનરલ કોઈ શ્યોવુ ભારતીય આયોજનમાં હાજર રહ્યા હતા અને બાદમાં ચીને પણ ભારતીય અધિકારીઓને કાર્યક્રમ તથા ડિનર પર આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સેનાના સૂત્રનું કહેવું છે કે દરરોજ એક ભાગીદાર દેશ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે. સેનાના એક અધિકારીએ કહ્યુ છે કે ગુરુવારના દિવસે પાકિસ્તાન માટે નિર્ધારીત હતો, પરંતુ તેણે ભારતને આમંત્રિત કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે સૈન્યાભ્યાસ ટીએસઈએનટીઆર-2019 રશિયાના કેન્દ્રીય સૈન્ય પંચ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે. જેમાં મેજબાન રશિયા સિવાય ચીન, ભારત, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સેનાઓ સામેલ થઈ રહી છે.