
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ 2,568 નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં 18.6 ટકા ઓછા
- દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા
- 24 કલાકમાં 2568 કેસ સામે આવ્યા
- ગઈ કાલ કરતા 18.6 ટકા ઓછા
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસમાં છેલ્લા બે દિવસથી ઘટી રહ્યા છે. જેના કારણે લોકોમાં થોડી રાહત પણ જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધવામાં આવ્યા છે જે ગઈકાલની તુલનામાં 18.6 ટકા જેટલા ઓછા છે. થોડા દિવસો પહેલા એવો સમય પણ હતો કે દેશમાં કોરોનાવાયરસના કેસ 1000 કરતા પણ ઓછા નોંધવામાં આવી રહ્યા હતા પણ છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધી ગયો છે.
દેશમાં દિલ્લી અને મુંબઈમાં કોરોનાવાયરસની કોઈ પણ લહેરની અસર સૌથી પહેલા જોવા મળી છે અને તે બાદ દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ ઓછા થતા કેટલાક રાજ્યોમાં માસ્ક અને કેટલાક પ્રતિબંધોથી છૂટછાટ પણ આપવામાં આવી હતી પરંતુ હવે કેસ વધતા સરકાર દ્વારા ફરીવાર માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું હતું.